હોસ્પિટલમાં આગ: 4 નવજાત બાળકનાં મોત…!

હોસ્પિટલમાં આગ: 4 નવજાત બાળકનાં મોત…!
હોસ્પિટલમાં આગ: 4 નવજાત બાળકનાં મોત…!

ઘટનાસ્થળે પહોંચેલા મંત્રી વિશ્વાસ સારંગે જણાવ્યું હતું કે વોર્ડમાં 40 બાળક હતાં, જેમાંથી 36ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં અને 4ને બચાવી શકાયા નહોતાં.

Visit Saurashtra Kranti Homepage here

મૃતક બાળકોનાં સ્વજનોને 4-4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ પહેલાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 3 બાળકોનાં મોતની જાણકારી આપી હતી, સાથે જ આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.

ભોપાલના હમીદિયા હોસ્પિટલ કેમ્પસમાં સોમવારે રાતે અંદાજે 9 વાગે ભીષણ આગ લાગી હતી. પરિસરમાં આવેલા કમલા નેહરુ બિલ્ડિંગના ત્રીજા માળ સ્થિત પીડિયાટ્રિક વોર્ડમાં આગ લાગી હતી,

જેમાં 4 નવજાત બાળકનાં મોત થયાં છે, જેમાંથી ત્રણનાં મોત શ્વાસ રુંધાવાને કારણે થયાં છે. ત્રણ કલાકની જહેમત બાદ રાતે સાડા 12 વાગ્યે ફાયર વિભાગની ટીમ સહિત પોલીસે આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, જે ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગી છે, તેને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાનો હતો. તેનાં પહેલાં જ આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી.

કેટલાક લોકોને સ્ટ્રેચરથી બહાર કાઢી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકોના પરિવારજનોને અંદર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એવામાં બાળકોને શોધવામાં અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાસ્થળે હાજ મુખ્યમંત્રી શિવરાજસિંહે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ભોપાલના કમલા નહેરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગેલી આગ ઘણી દુખદ છે. દુર્ભાગ્યવશ ગંભીર બીમારીથી પીડાતા ત્રણ બાળકોને બચાવી શક્યા નથી.

ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ તપાસ એડિશનલ ચીફ સેક્રેટરી લોક સ્વાસ્થ્ય તેમજ ચિકિત્સા શિક્ષા મોહમ્મદ સુલેમાન કરશે. ઘટના પર મારી સતત નજર છે.

આ દુર્ઘટના પાછળ અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. જેમાં કેટલાકે કહ્યું સિલિન્ડર કે વેન્ટિલેટરમાં બ્લાસ્ટ થયો છે. તો કેટલાકે શોર્ટ સર્કિટને કારણે પણ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે રિપોર્ટ માગ્યો છે. સાથે જ હોસ્પિટલને બાળકોની સુરક્ષા અને ઇલાજના આદેશ આપ્યાં છે.

મંત્રી વિશ્વાસ સારંગ અને ડીઆઈજી ઇરશાદ વલી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડોક્ટરોની ટીમને પણ હોસ્પિટલ બોલાવી લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારી આરિફે જણાવ્યું હતું

કે, આગ ઓલવવા માટે ફતેહગઢ, બૈરાગઢ, પુલ બોગદા સહિત અન્ય ફાયર સ્ટેશનો પરથી પણ 8 અગ્નિશામક બંબા મંગાવવામાં આવ્યા હતા. ધૂમાડો વધુ હોવાને કારણે રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી.

Read About Weather here

હમીદિયા હોસ્પિટલ પરિસરમાં 7 ઓક્ટોબરે પણ નવી બિલ્ડિંગના બીજા માળે આવેલા સ્ટોર રૂમમાં આગ લાગી હતી. જો કે, રાહતની વાત એ હતી કે દુર્ઘટનામાં બહુ ઓછું નુકસાન થયું હતું. ત્યારે ફાયર વિભાગની 5 ગાડીઓએ એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here