રામ જન્મભૂમિ ફંડમાં જમા થયા અધધ 3 હજાર કરોડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

હિસાબ રાખવા માટે ટ્રસ્ટ દ્વારા ક્ધસલ્ટન્ટ ભાડે લેવાયા: રામ જન્મભૂમિ દાનનાં હિસાબ માટે ખાસ સોફ્ટવેર તૈયાર

અયોધ્યામાં નિર્માણ પામતા ભવ્ય રામ જન્મભૂમિ મંદિર માટેનાં ફંડમાં રૂ, 3 હજાર કરોડ જેવી જમા થઇ ગઈ છે. જેના પગલે હિસાબ કિતાબ જાળવવા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ દ્વારા ક્ધસલ્ટન્સી સર્વિસ ભાડે લેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા કેટલીક જમીનોમાં સોદા અંગેનો વિવાદ ઉભો થયા બાદ હિસાબ કિતાબનું કામ દેશની મોટી કોર્પોરેટ કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસને સોંપવામાં આવ્યું છે. હવે તમામ હિસાબો ટાટા કંપની સંભાળશે.

એ હકીકતનું ટ્રસ્ટનાં મહામંત્રી ચંપતરાય દ્વારા અનુમોદન કરવામાં આવ્યું હતું.જમીન સોદાનાં વિવાદો બહાર આવ્યા બાદ આરએસએસ નાં પદાધિકારીઓ દ્વારા ટ્રસ્ટનાં ત્રણ સભ્યોને મુંબઈ બોલાવી બંધ બારણે બેઠક કરવામાં આવી હતી.

ત્યારબાદ રામ મંદિર ટ્રસ્ટનાં તમામ ફંડનો હિસાબ ટાટા કંપનીને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. રામ જન્મભૂમિ પાસે રામઘાટ ખાતે ટ્રસ્ટની એકાઉન્ટ ઓફીસ બનાવવામાં આવી છે.

Read About Weather here

ટાટા કંપનીએ ખાસ સોફ્ટવેર પણ તૈયાર કરી દીધો છે અને તમામ હિસાબ કિતાબોને કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આખી કામગીરી ડીઝીટલ ધોરણે થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here