OMG ઓનલાઇન નિકાહ…!

OMG ઓનલાઇન નિકાહ...!
OMG ઓનલાઇન નિકાહ...!
જોધપુરના એક યુવકે કરાચીની યુવતી સાથે ઓનલાઇન નિકાહ કર્યા હતા. બંને એકબીજાને 11 વર્ષથી જાણતાં હતાં. બંનેના પરિવારો નિકાહ માટે સંમત થયા હતા, પરંતુ વિઝા ન મળવાને કારણે નિકાહ અટવાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

વિઝા ન મળવાને કારણે બંને પરિવારો ભારત કે પાકિસ્તાન જઈ શક્યા નહોતા. 11 વર્ષની લાંબી રાહ જોયા બાદ બંનેએ ઓનલાઈન જ નિકાહનું આયોજન કરી નાખ્યું અને આશા રાખીને બેઠા છે કે તેમને વહેલા કે મોડા વિઝા મળશે.

જોધપુરના મોહમ્મદ હરીશ નામના યુવકની ઓળખ 11 વર્ષ પહેલાં પાકિસ્તાનના કરાચીમાં રહેતી ઉસરા સાબિરે સાથે થઈ હતી. મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને પરિવારોએ સંમતિ આપીને સંબંધ પાક્કો પણ કર્યો હતો, પરંતુ તેમના નિકાહને આડે વિઝા આવી ગયા.

હરીશે કહ્યું કે તેના અને ઉસરાના પરિવારે વિઝા મેળવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો, પરંતુ કેટલાક તકનીકી કારણોસર વિઝા મેળવી શક્યા નહોતા. રાહ જોવાને બદલે અમે નિકાહ કરવાનું નક્કી કર્યું.

ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બંને હાલ માટે નિકાહ ઓનલાઇન કરશે. એ પછી જ્યારે પણ શક્ય હોય ત્યારે દુલ્હન ઉસરા વિઝા લઈને ભારત આવશે. હરીશ જોધપુરમાં એકાઉન્ટન્ટ છે. ઉસરાએ કરાચીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ઓનલાઈન નિકાહમાં તમામ રીત-રિવાજોને અનુસરવામાં આવ્યા. દુલ્હન સંપૂર્ણ રીતે તૈયાર થઈને લેપટોપ સામે બેસી હતી. બંને પક્ષોએ એકબીજાના ત્યાં પોતાના સંબંધીઓને બોલાવ્યા હતા અને જમણવાર પણ રાખ્યો હતો.

Read About Weather here

વરરાજા હરીશે કહ્યું હતું કે ઓનલાઇન નિકાહ કરવું સારું નથી. શું કરવું? દુલ્હન માત્ર 600 કિલોમીટર દૂર બેઠી છે, પરંતુ નિયમોથી અમને મળવું શક્ય ન હતું. હવે જ્યારે અમે લગ્ન કરી ચૂક્યા છીએ ત્યારે સરકારે અમારી મજબૂરીને ધ્યાનમાં રાખીને વિઝા આપવા જોઈએ, જેથી અમે મળી શકીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here