યુ.પી. માં ઝીકા વાયરસનો આતંક, કાનપુરમાં 10 કેસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આરોગ્ય વિભાગને તાકીદનાં પગલા લેવા મુખ્યમંત્રીનો આદેશ

ઉતરપ્રદેશમાં ઝીકા વાઈરસનું વધતું જતું સંક્રમણ રાજ્ય સરકાર માટે ચિંતાજનક બન્યું છે. એકલા કાનપુરમાં ઝીકા વાઈરસનાં 10 કેસ નોંધાયા છે. જેના પગલે તાત્કાલિક ટેસ્ટીંગ અને સેમ્પલની કાર્યવાહી વેગવાન બનાવવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોગ્ય વિભાગને આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

સતાવાર નિવેદનમાં જ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 645 સેમ્પલ લઈને કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સિટી મોકલવામાં આવ્યા છે. તાવ આવ્યો હોય એવા 253 લોકોનાં સેમ્પલ લેવાયા છે અને 103 સગર્ભા મહિલાઓનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. ઝીકા વાઈરસ મચ્છરથી ફેલાતી મહામારી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વાયરસનું સંક્રમણ રોકવા માટે સર્વે અને ચકાસણી કરવા માટેનાં આદેશ અપાયા છે. ઘરે-ઘરે ફરીને સેનીટાઈઝેશન અને ફોગીંગની કાર્યવાહી કરવાનો આરોગ્ય વિભાગને આદેશ અપાયો છે.

લોકોએ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. રોગથી બચવાના ઉપાયો વિશે લોકોને જાગૃત કરવા જોઈએ.અત્યારે રાજ્યભરમાં ડોર ટુ ડોર ચકાસણી ચાલી રહી છે. સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Read About Weather here

પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે અને સર્વત્ર સઘન ફોગીંગ કરવામાં આવી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here