અમરેલીમાં મોટાપાયે પશુબલીનો કારસો નિષ્ફળ: 31 બોકડાને બચાવી લેવાયા

અમરેલીમાં મોટાપાયે પશુબલીનો કારસો નિષ્ફળ: 31 બોકડાને બચાવી લેવાયા
અમરેલીમાં મોટાપાયે પશુબલીનો કારસો નિષ્ફળ: 31 બોકડાને બચાવી લેવાયા

માનતા રાખનાર ગારીયાધારનાં શખ્સની ધરપકડ
વિજ્ઞાન જાથાની રજૂઆતનાં પગલે પોલીસની જોરદાર કાર્યવાહી

અમરેલીમાંથી જીવદયા પ્રેમીએ વિજ્ઞાન જાથાનાં જયંત પંડ્યાને માહિતી આપી હતી કે, ચાંદની ચોક પાસે, બટાવાડી વિસ્તારનાં ચુનારા ડેલામાં મોટી સંખ્યામાં પશુબલી થવાની છે. પશુબલીનાં સમર્થકો અને ભુવાના નામો આપી કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પશુબલીની માહિતીનાં આધારે જાથાનાં ચેરમેન જયંતભાઈ પંડ્યાએ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને વિગતો મોકલાવી હતી.

અમરેલી શહેરનાં પી.આઈ જે.જે. ચૌધરીએ પોલીસને જાણ કરી આશરે 35 પોલીસ કર્મીઓ પશુબલી સ્થળે પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. અમુક ભુવા નાની ડેલીમાંથી ભાગી ગયા હતા.

પાણી, ઘાસ, નીરણની કોઈ વ્યવસ્થા ન હતી. ભૂખ્યા-તરસ્યા પીડાદાયક હાલતમાં પશુ જોવ્બા મળ્યા હતા. પોલીસે 31 બોક્ળાને મુક્ત કર્યા હતા. પોલીસ કર્મી ભારતભાઈ ડાભી ફરિયાદી બની તહોમતદર

તરીકે ગારીયાધારનાં રહીશ વિજયભાઈ ઉદયસિંહ નાડોદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અમૂક લેભાગુ જ્ઞાતિ સમાજને ગુમરાહ કરી અસમજસ ઉભી કરે છે.

Read About Weather here

તેથી સાવધાન રહેવા શ્રઘ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે. પશુબલી ગુન્હો બને છે. તેમાં વિવિધ સજાની જોગવાઈ હોય સાવચેત રહેવા જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ અનુરોધ કર્યો છે. પોલીસની કામગીરીની લોકોએ બિરદાવી હતી.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here