OMG આખલાનું માથું સાયકલમાં ફસાયું…!

OMG આખલાનું માથું સાયકલમાં ફસાયું…!
OMG આખલાનું માથું સાયકલમાં ફસાયું…!
ઉપલેટાના પંચાતડી વિસ્તારમાં રસ્તા પર રઝળતા આખલાએ એક સાયકલમાં પોતાનું મોઢુ નાખી દેતો ફસાયો હતો. આખલા પર પાણી રેડી શાંત કર્યો અને બાદમાં લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

 સાયકલમાંથી મોઢુ બહાર કાઢવા માટે આખલાએ ઘણા ધમપછાડા કર્યા અસફળ રહ્યો હતો. આ રમૂજી દૃશ્યો જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, લોકોએ મહા મહેનતે આખલાનું મોઢુ સાયકલમાંથી બહાર કાઢ્યું હતું.

જેવું મોઢુ બહાર નીકળ્યું કે આખલો ઉભી પૂછડીએ ભાગતા જોવા જેવી થઇ હતી.આખલાએ સાયકલમાંથી મોઢુ બહાર કાઢવા માટે સાયકલને આમ તેમ ફંગોળી પણ સાયકલ એવી ફસાઈ ગઈ હતી કે બહાર નીકળવાનું નામ જ લેતી નહોતી.

આખરે થાકેલા આખલાએ જાણે પરાજય સ્વીકારી લીધો હોય તેમ રસ્તા પર સાયકલ સાથે ફસાયેલી હાલતમાં બેસી ગયો હતો. લોકોએ આખલા પર પાણી રેડતા શાંત થયો હતો

પછી જ આખલાના મોઢાને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે મહા મહેનત કરવી પડી હતી. માંડ માંડ લોકોએ આખલાનું મોઢુ બહાર કાઢતા રાહતનો શ્વાસ લીધો હતો.

Read About Weather here

ઉપલેટામાં રસ્તા પર આખલાઓ અડીંગ જમાવીને બેઠા હોય છે. આથી વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થાય છે. ઘણવાર આખલા યુદ્ધ પણ થાય છે. જેમાં લોકોને ઇજા પણ પહોંચે છે આવા આખલાઓને પકડી ગૌશાળામાં ખસેડવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here