ગ્રામ્ય વિસ્તારો અને શ્રમિકોના કલ્યાણનો સંકલ્પ વ્યકત કરતા મંત્રી બ્રિજેશ મેરજા

ગ્રામ્ય વિસ્તારો અને શ્રમિકોના કલ્યાણનો સંકલ્પ વ્યકત કરતા મંત્રી બ્રિજેશ મેરજા
ગ્રામ્ય વિસ્તારો અને શ્રમિકોના કલ્યાણનો સંકલ્પ વ્યકત કરતા મંત્રી બ્રિજેશ મેરજા

થોડા સમયમાં વિકાસના ઘણા વધારે માઇલ કાપવાનું જોમ દર્શાવતા શ્રમ અને રોજગાર મંત્રી
ગ્રામ પંચાયતોને વધુ ગ્રાન્ટ અને વિકાસની તકો મળે અને ગ્રામ્ય જીવનમાં સુધારો થાય એવી સરકારની નેમ
રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજાએ સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ પણ તસ્વીરમાં નજરે પડે છે.
સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિકની શુભેચ્છા મુલાકાત દરમ્યાન વિકાસની રૂપરેખા આપતા મેરજા

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાએ લઇ જવા અને શ્રમિકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો સંકલ્પ વ્યકત કરતા ગુજરાતના શ્રમ અને રોજગાર કલ્યાંણ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રેરક અને સક્રિય માર્ગદર્શન મુજબ અમારી સરકાર ગ્રામ્ય વિસ્તારોના ઉત્કર્ષ, વિકાસ માટે પ્રતિબધ્ધ થઇને ઝડપથી કામ કરી રહી છે. ગ્રામ્ય ઉત્કર્ષની અનેક પરિયોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.

શ્રમિકોના જીવન ધોરણને સુધારવા માટે રાજય સરકારે મહત્વની યોજનાઓ અમલમાં મુકી છે.આજે સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિકની શુભેચ્છા મુલાકાતે પધારેલા મંત્રી બ્રિજેશ મેરજાએ તંત્રી અશોક ગઢવી સાથેની વાતચીતમાં વિકાસના કામોની રૂપરેખા આપી હતી

ગ્રામ્ય વિસ્તારો અને શ્રમિકોના કલ્યાણનો સંકલ્પ વ્યકત કરતા મંત્રી બ્રિજેશ મેરજા બ્રિજેશ

અને ઓછા સમયમાં વિકાસના ધણા બધા માઇલ પસાર કરવાની તમન્ના જોમ અને જુસ્સો પ્રગટ કર્યા હતા. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગ્રામ પંચાયતોને એક જૂથ કરવાની એક અલગ પ્રકારની યોજના અમલમાં મુકી છે.

એક જૂથમાં મુકવાથી અલગ અલગ પંચાયતોનું સંકલન કરવાથી પંચાયતોને બજેટમાંથી વધુ ગ્રાન્ટ મળતી થશે અને બજારની નવી નવી ક્ષીતીઓ ખુલતી જશે. મારા મંત્રાલય દ્વારા એક જ માસમાં 443 ગ્રામ પંચાયતોનું ડિવિઝન કરીને એક જૂથની યોજનામાં લેવામાં આવી છે.

આ યોજનાથી મહત્વનો એ લાભ થશે કે, ચૂંટણીઓ સમયે સર્જાતું વૈમનસ્ય જોવા નહીં મળે ચૂંટણીના વેરઝેર નહીં થાય, વધુ ગ્રાન્ટ મળવાથી ગ્રામ પંચાયતનાં પદાધિકારીઓને પોતપોતાના કામનો વિકાસ કરવાની વિપુલ તકો પ્રાપ્ત થશે.

મારા મંત્રાલય દ્વારા આ દિશામાં ખુબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. આવી અનેક યોજનાઓનો તેમણે આછેરો ખ્યાલ આપ્યો હતો.શ્રમિક કલ્યાણ માટે પોતાના મંત્રલાય દ્વારા અમલમાં મુકવામાં આવેલી અનોખી અને વિલક્ષણ મસીહા યોજનાનો ખ્યાલ આપતા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું

કે, શ્રમિકોને એમના કામકાજના સ્થળ દુર હોવાથી અવર-જવરમાં તકલીફ પડતી હોય છે અને વધુ ખર્ચનો બોજ એમને સહન કરવો પડતો હોય છે. આ મુશ્કેલી દુર કરવા માટે સરકારે શ્રમિકો કામ કરતા હોય એવી ફેકટરીની આસપાસ ખાસ શ્રમિક હોસ્ટેલ ઉભી કરવાની યોજના અમલમાં મુકી છે.

ગ્રામ્ય વિસ્તારો અને શ્રમિકોના કલ્યાણનો સંકલ્પ વ્યકત કરતા મંત્રી બ્રિજેશ મેરજા બ્રિજેશ

જેથી કરીને શ્રમિકોને ટ્રાન્સપોટેકસનો ખર્ચ ભોગવવો ન પડે અને સરળતાથી કામકાજના સ્થળે પહોંચે. આ માટેની જવાબદારી પણ જે તે ફેકટરીના સંચાલકોને સોંપવામાં આવી છે.

એટલે ફેકટરી સંચાલકોએ સરકારની મદદથી શ્રમિક હોસ્ટેલ કામકાજના સ્થળની બાજુમાં જ ઉભી કરવાની રહેશે જેથી શ્રમિકોને આસાની થઇ જાય અને એમના પર કોઇ વધારાનો બોજ આવે નહીં. સરકારની ગૌચર અને પડતર જમીન પર દબાણની ધણી બધી ફરીયાદો ઉઠી રહેલી સંભળાય છે.

એ અંગે સરકાર શું કરવા માંગે છે એવા સવાલના જવાબમાં મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, સરકારે તમામ પ્રકારના જમીન દબાણને નાબુદ કરવા માટે ખુબ જ કડક અને આકરામાં આકરો લેન્ડગ્રેબિંગ કાયદો અમલામાં મુકયો જ છે.

Read About Weather here

સરકારને જયાંથી આવી ફરીયાદો મળશે એ ફરીયાદને ધ્યાન પર લઇને લેન્ડગ્રેબિંગ કાયદા મુજબ કામગીરી કરવામાં આવશે. દબાણકાર કોઇ પણ હોય એની સામે કાયદા મુજબ પગલા લેવાશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here