રિઝર્વ બેંકે નિયમોમાં કર્યા મોટા ફેરફાર…!

બ્રકીંગ ન્યુઝ રિઝર્વ બેંકે નિયમોમાં કર્યા મોટા ફેરફાર...!
બ્રકીંગ ન્યુઝ રિઝર્વ બેંકે નિયમોમાં કર્યા મોટા ફેરફાર...!
રિઝર્વ બેંકે ઇન્ડિયન બેંક એસોસીએશન અને અન્ય સ્ટેક હોલ્ડરો પાસેથી મળેલ સૂચનો પછી નિયમોમાં આ ફેરફાર કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરંટ એકાઉંન્ટના નિયમોમાં ઢીલ આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

રિઝર્વ બેંકના નવા નિયમો હેઠળ હવે એવા ઉંધાર લેનારાઓના પણ કરંટ એકાઉંન્ટ ખોલી શકાશે જેમણે બેંકીંગ સીસ્ટમ પાસેથી કેશ ક્રેડીટ (સીસી) અથવા ઓવરડ્રાફટ (ઓડી) દ્વારા ઋણ સુવિધા લીધેલી છે.

જો કે આના માટે શરત એ છે કે આ ઋણ ૫ કરોડ રૂપિયાથી ઓછું હોવું જોઇએ. આ પહેલા રિઝર્વ બેંકે લોનમાં છેતરપિંડીના કેસો ઘટાડવા માટે ઓગસ્ટ ૨૦૨૦માં કરંટ ખાતાના નિયમો કડક બનાવી દીધા હતા. જેના હેઠળ બેંકોને બીજી બેંકોમાંથી લોન લીધેલી હોય તેવા ગ્રાહકોના કરંટ એકાઉંન્ટ ખોલવાની મનાઇ કરી હતી.

રિઝર્વ બેંકે શુક્રવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે એવો નિર્ણય લેવાયો છે કે બેંક એવા કરજદારોના કરંટ એકાઉંન્ટ ખોલી શકે છે જેમણે બેંકીંગ સીસ્ટમમાંથી એટલે કે બીજી બેંકોમાંથી કેશ ક્રેડીટ / ઓવરડ્રાફટના રૂપમાં મળતી લોન સુવિધાઓનો લાભ લીધો હોય.

જે કરજદારોએ ૫ કરોડથી ઓછી લોન લીધી છે. જોકે આના માટે કરજદારે બેંકને અંડરટેકીંગ આપવું પડશે કે જ્યારે પણ તેના ઉંપર બેંકીંગ સીસ્ટમમાંથી લેવાયેલ કરજ ૫ કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે થઇ જશે ત્યારે તે બેંકને જાણ કરશે.

Read About Weather here

તેમના માટે કરંટ એકાઉંન્ટ ખોલવા પર અથવા બેંકો દ્વારા સીસી/ઓડી સુવિધાની જોગવાઇ પર કોઇ પ્રતિબંધ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here