દિવાળીના તહેવારમાં રાજકોટમાં ટનબંધ કચરાનો નિકાલ

દિવાળીના તહેવારમાં રાજકોટમાં ટનબંધ કચરાનો નિકાલ
દિવાળીના તહેવારમાં રાજકોટમાં ટનબંધ કચરાનો નિકાલ

મકાન, ફલેટ, ઓફિસોની સાફ સફાઈમાં જુની ચીજવસ્તુઓ ભંગારમાં નાખી

દિવાળી-નૂતન વર્ષના તહેવારોમાં ઘર-ઓફિસની સજાવટ થતી હોય છે. હાલ દિવાળી નજીક આવતા સાફ-સફાઈ હાથ ધરવામાં આવતા જૂની પુરાણી અને બિનઉપયોગી ભંગાર વસ્તુઓનો નિકાલ થવા લાગ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તુટેલ ફૂટેલ ફર્નીચર, ઇલેકટ્રીક ઉપકરણો, પસ્તી, પુસ્તકો, નોટબુકો, લોખંડ-પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ સહિતની વસ્તુઓનો ભંગાર ગૃહિણી-ગૃહસ્થો વેચી રહ્યા છે. ભંગારનાં ડેલામાં વેચી બે પૈસા રળી રહ્યા છે.

દિવાળી-નૂતન વર્ષના દિવસો આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે ગૃહસ્થ પરિવારોએ કાર, મકાન, ફલેટની સાફ સફાઈ સાથે ઓફિસોની સફાઈમાં જૂની પુરાણી અને બિન ઉપયોગી ચીજવસ્તુઓનો ભંગાર કાઢતા ભંગાર ડેલાઓમાં ભંગાર એકઠો થવા લાગ્યો છે.

રાજકોટમાં ભંગારના ટન બંધકચરાનો નિકાલ થઇ રહ્યો છે. કોર્પોરેશનના ટીપર વાનમાં પણ કાગળ, પ્લાસ્ટીક, લોખંડનો ભંગાર ફેંકવામાં આવી રહ્યો છે. દિવાળીનો તહેવાર નજીક આવતા ચાલુ સપ્તાહના પ્રારંભિક દિવસોથી જ મકાનો અને ઓફિસ સ્થળોએ સાફ-સફાઈ, રંગરોગાન સાથે ગૃહ સુશોભન થઇ રહ્યા છે.

વર્ષભર એકઠા કરેલ છાપા પસ્તી, પ્લાસ્ટીકની તુટેલી-ફુટેલી વસ્તુઓ, લોખંડ, એલ્યુમિનિયમની વસ્તુઓ સહિત બંધ પડેલા ઇલેક્ટ્રીકની ચીજવસ્તુઓનાં ભંગારનો નિકાલ થઇ રહ્યો છે.

હજુ પણ ચાલુ સપ્તાહના અંતિમ દિવસ સુધી સાફ-સફાઈ શરુ રહેતા હજુ વધારે ભંગાર-કચરાનો નિકાલ થશે.આ વર્ષે છાપા-પસ્તીનો ભાવ રૂ. 15 થી 18, લોખંડ રૂ. 30 થી 35 અને પ્લાસ્ટીકનાં પ્રતિ કિલોગ્રામ રૂ. 25 તેમજ અન્ય જૂની ચીજવસ્તુઓની ઉઘડ ખરીદી થતી હોવાનું કાનાભાઈ ડાભીએ જણાવ્યું હતું.

Read About Weather here

કાનાભાઈએ વધુમાં જણાવેલ કે આ વર્ષે વધારે પ્રમાણમાં પ્લાસ્ટીકનો ભંગાર સૌથી વધુ કાઢવામાં આવી રહ્યો છે. હજુ આગામી પાંચ-છ દિવસ લોકો સાફ સફાઈમાં ભંગાર કાઢતા વધુ ભંગાર એકઠો થશે.(9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here