જ્યારે કપલે આ સિક્રેટ રૂમ જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલાએ પોતે જ સોશિયલ મીડિયા પર આ સિક્રેટ રૂમ વિશે જણાવ્યું. એક રિપોર્ટ મુજબ, જ્યારે કપલ નવા ઘરમાં શિફ્ટ થયું ત્યારે તેમણે રસોડામાં એક તિજોરી જોઈ.
Visit Saurashtra Kranti Homepage here
તમે ફિલ્મોમાં સિક્રેટ રૂમ જોયા હશે પરંતુ આજકાલ આવા રૂમ કોઈ નથી બનાવતું. પરંતુ બ્રિટનના એક કપલે ભાડે ઘર લીધું હતું, જ્યાં તેમને રસોડાની અંદર એક સિક્રેટ રૂમ મળ્યો હતો. તેને ખોલતાં જ તેમના હોશ ઉડી ગયા.
એક નાનકડું કબાટ જેવું લાગતું હતું તેની પાછળ એક મોટો ઓરડો હતો. એટલું જ નહીં તે રૂમમાં એક બારી પણ હતી.
આ સિક્રેટ રૂમ સુધી પહોંચવા માટે આખા ઘરમાં બીજો કોઈ રસ્તો નહોતો. મહિલાએ ફેસબુક પર થિંગ્સ ફાઉન્ડ ઇન વોલ્સ – એન્ડ અધર હિડન ફાઈન્ડિંગ્સ નામના ગ્રુપમાં સિક્રેટ રૂમના ફોટા શેર કર્યા હતા.
પોસ્ટ કરતાં મહિલાએ લખ્યું કે, ‘મેં મારા બોયફ્રેન્ડ સાથે રહેવા માટે એક ફ્લેટ ભાડે લીધો હતો, જેમાં રસોડાની અંદર આ સીક્રેટ રૂમ મળ્યો હતો. જ્યારે અમે આ ઘર છોડીને જઇશું તો અમારા પછી આવનારા ભાડુઆતો માટે કંઈક અજીબ મુકીને જઇશું.
મહિલાની આ પોસ્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું કે આ સિક્રેટ રૂમની બીજી કોઈ થિયરી હશે, જેના વિશે કોઈ જાણતું નથી. એક યુઝરે અનુમાન લગાવ્યું કે આ કોઈ સીરીયલ કિલરનું કામ હોઈ શકે છે.
કદાચ તે અહીં ડેડ બોડીને છુપાવી દે. કેટલાક લોકોએ મકાન બનાવનાર બિલ્ડર પર પણ કોમેન્ટ કરી હતી. એક મહિલાએ પોસ્ટ પર કોમેન્ટ કરી કે ‘હું આ ગુપ્ત રૂમને મારા બાળકોના મનપસંદ નાસ્તાને છુપાવવા માટે એક સ્થળ બનાવીશ, જેથી મારા બાળકો તેને ખાઈ ન શકે.’
Read About Weather here
અન્ય એક મહિલાએ લખ્યું કે ‘હું તેને સંપૂર્ણ રીતે એક નાનકડી છુપાવવાની જગ્યામાં બદલી નાખીશ.’ લોકોને સિક્રેટ રૂમની તસવીરો ખૂબ પસંદ આવી હતી. યુઝર્સ વિવિધ અનુમાન લગાવતા જોવા મળ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here