ઉદ્યોગપતિ પિતા-પુત્રનો આપઘાત…!

ઉદ્યોગપતિ પિતા-પુત્રનો આપઘાત…!
ઉદ્યોગપતિ પિતા-પુત્રનો આપઘાત…!

ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેમના પુત્રએ રેલવે-ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ‌ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલના મૃતદેહ મારેઠા રેલવે-ફાટક પાસેથી મળી આવ્યા હતા.

મંગળવારે સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો, જેને પગલે રેલવે સ્ટેશન પર ઊભેલા લોકો દોડી ગયા હતા. પીએસઆઇએ બી.એમ. લબાના અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી એ બહાર આવ્યું નથી.

ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક બીમાર હતો. મકરપુરા ટિકિટ લેવા જઇએ છીએ, તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. મંગળવારે સાંજે સાત વાગ્યે મકરપુરા અને વરણામાની વચ્ચે મારેઠા રેલવે-ફાટક પાસે

કોચુઅલ્લી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી બંનેએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પિતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. દિલીપભાઇ તેમના પત્ની અને પુત્ર રસેશ સાથે રહેતા હોવાનું બહાર આવ્યું છે,

Read About Weather here

અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક પિતા-પુત્રએ આત્મહત્યા કરતા રેલવે ટ્રેક પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here