‘ગુજરાતનું શિક્ષણ નબળુ છે, નબળુ છે, નબળુ છે

‘ગુજરાતનું શિક્ષણ નબળુ છે, નબળુ છે, નબળુ છે
‘ગુજરાતનું શિક્ષણ નબળુ છે, નબળુ છે, નબળુ છે

આ વાકય બોલે છે ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવા’
ભાજપ સાંસદનો ધેરો વસવસો, ગ્રામ્ય શિક્ષણ તો પાયાથી જ નબળુ રહયું છે: ગુજરાતના શિક્ષણની અવદશાની પોલ ખોલતા ભાજપના જાગૃત સાંસદ

ગુજરાતમાં કથળતા જતા શિક્ષણ અને ગ્રામ્ય શિક્ષણના બેહાલ અંગે ખુદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઘેરો વસવસો વ્યકત કર્યો છે અને રાજયની નબળી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

સત્તાધારી પક્ષના સાંસદ મનસુખ વસાવાએ સાફસાફ શબ્દોમાં જણાવ્યું છે કે, ગુજરાતનું શિક્ષણ નબળુ છે, નબળુ છે, નબળુ છે. મારી વાત પર ઘણા લોકો કહે છે કે, મનસુખભાઇ સરકારની ટીકા કરે છે

પણ લોકો સમજતા નથી કે હું સરકાર પર ટીપ્પણી કરતો નથી. હું પણ સરકારનો એક હિસ્સો છું. પણ જે હકીકત છે એ તો કહેવી જ પડે.

તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં તો શિક્ષણનું સ્તર પાયામાંથી જ નબળુ છે. જેની વારંવાર ફરીયાદો આપણે સાંભળતા રહીએ છીએ. અંતરીયાળ ગામડાઓમાં શિક્ષકો શાળાએ આવતા નથી, મોટા ભાગની ગ્રામ્ય શાળાઓમાં બાળકોની સંખ્યા સામે પુરતા શિક્ષકો હોતા નથી,

છેલ્લા ત્રણ વર્ષમાં અનેક શાળાના મકાનો ખંઠેર બની ગયા છે એવી ગામ લોકો ફરીયાદ કરે છે. આ બધા મુદ્ા દર્શાવે છે કે, શિક્ષણની ગુણવતા નબળી પડી ગઇ છે. એટલે આઇપીએસ, આઇએએસ અને જીપીએસસી જેવી પરિક્ષાઓમાં ગુજરાતના ગણયા ગાંઠીયા ઉમેદવારો જ પાસ થતા હોય છે.

Read About Weather here

સૌથી વધુ યુપી અને બિહારના ઉમેદવારો પાસ થાય છે.ગુજરાતના શિક્ષણ અંગે આક્રમક નિવેદન આપીને ભાજપના સાંસદ વસાવાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કહયું હતું કે, ટોચના હોદ્ાઓની પરિક્ષામાં ગુજરાતના ઓછા ઉમેદવારો પાસ થાય એ શિક્ષણની ગુણવતા નબળી હોવાની ચાડી ખાય છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here