વિજય રૂપાણીનાં માનીતા પ્રોજેક્ટ પર કાતર ફરી વળશે

વિજય રૂપાણીનાં માનીતા પ્રોજેક્ટ પર કાતર ફરી વળશે
વિજય રૂપાણીનાં માનીતા પ્રોજેક્ટ પર કાતર ફરી વળશે

પૂર્વ મુખ્યમંત્રીનાં શાસનમાં શરૂ કરાયેલી મોટાભાગની પરી યોજનાઓ ખોરંભે: ગુજરાતની નવી સરકાર મોટાભાગનાં જુના પ્રોજેક્ટ પડતા મુકવાની તૈયારીમાં

વિધાનસભાની ચૂંટણીઓનાં એક વર્ષ પહેલા સતા સ્થાનેથી હટાવી દેવાયેલા વિજય રૂપાણીનાં મુખ્યમંત્રી પદનાં શાસનકાળ દરમ્યાન શરૂ થયેલા અને રૂપાણીનાં ખૂબ જ માનીતા એવા મોટાભાગનાં પ્રોજેક્ટ પર કાતર ફરી વળશે એવું સરકારી લોબીમાં ફરતા માહિતગાર સુત્રો જણાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રૂપાણીએ જાહેર કરેલા મોટા પ્રોજેક્ટ અને યોજનાઓ અત્યારે ખોરંભે પડી ગયા છે. ભુપેન્દ્ર પટેલની નવી કેબીનેટ દ્વારા હજુ લીલી ઝંડી આપવામાં આવી નથી. સુત્રો જણાવે છે કે, આમાંના કેટલાક પ્રોજેક્ટ પડતા મૂકી દેવાય એવી પણ સંભાવના છે.

વિકાસની અનેક પરી યોજનાઓની પાયાની કામગીરી સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણીએ શરૂ કરેલી કેટલીક ટોચની યોજનાઓ અને પરી યોજનાઓ અત્યારે અટકી પડી છે કેમકે એ આગળ ધપાવવી કે નહી એ અંગે નવી સરકારે કોઈ લેખિત સૂચનાઓ હજુ આપી નથી.

અટકી પડેલી યોજનાઓ પૈકી એકનું ઉદાહરણ આપતા જાણકાર સુત્રોએ કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 50 હજાર હેક્ટર જેટલી બિનઉપજાઉ બંજર જમીન બાગાયત માટે કંપનીઓને વ્યક્તિગત સાહસિકોને ફાળવવાની યોજના તૈયાર કરી હતી.

પણ એ યોજનાને ભુપેન્દ્ર પટેલ સરકારે હજુ મંજૂરી આપી નથી અને એ માટે નાણાની ફાળવણી કરવામાં આવી નથી. એ જ પ્રકારે રાજકોટ-અમદાવાદ નિયંત્રિત એક્સપ્રેસ-વે, રાજકોટ-અમદાવાદ સેમીહાઈસ્પીડ ટ્રેન સેવા, મેડીકલ ડીવાઈઝ પાર્ક અને રમોકડા ઉત્પાદન પાર્ક જેવા પ્રોજેક્ટ અટકી પડ્યા છે.

નવી સરકારે મંજૂરી આપી નથી. સુત્રોએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી અને નીતિન પટેલે લીધેલા તમામ મોટા ફેસલા અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે અને અમીલીકરણ માટે મંજૂરી અપાઈ નથી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂદ આવા તમામ પ્રોજેક્ટની સમીક્ષા કરવાના છે. ત્યારેબાદ નિર્ણય જાહેર થશે. 50 હજાર હેક્ટર જમીન બાગાયત માટે આપવાની યોજના પર પડતી મુકાઇ તેવી પૂરી શક્યતા દેખાઈ છે.

તે જ પ્રકારે ઉદ્યોગોને જમીનની કિંમતનાં માત્ર 6 ટકાનાં દરે વાર્ષિક ભાડા સાથે જમીનો આપવાની યોજના, ઈ-વ્હીકલ્સ માટે પ્રોત્સાહક યોજનાઓ અને પ્રવાસનની યોજનાનાં રૂપાણી સરકારનાં તમામ પગલા નવી સરકારમાં અટવાઈ ગયા છે અને લીલી ઝંડી અપાઈ નથી.

Read About Weather here

સૌથી વધુ નુકશાન રૂપાણીનાં વતન રાજકોટન જ થશે એવું લાગે છે. રાજકોટ માટે સેમીહાઈસ્પીડ ટ્રેન સેવાનો રૂ. 11 હજાર 300 કરોડનો પ્રોજેક્ટ, એક્સપ્રેસ-વે, રમોકડા પાર્ક અને તબીબી સાધન સરંજામ પાર્ક અટવાઈ ગયા છે અને કદાચ પડતા પણ મુકાશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here