બ્રકીંગ ન્યુઝ ચોંકાવ નારો રિપોર્ટ…!

બ્રકીંગ ન્યુઝ ચોંકાવ નારો રિપોર્ટ...!
બ્રકીંગ ન્યુઝ ચોંકાવ નારો રિપોર્ટ...!

ઉત્તરાખંડ, કેરળ સહિત સમગ્ર ભારતમાં હાલમાં વિનાશકારી હવામાનની ઘટનાઓ જોવા મળી. એક અમેરિકન ગુપ્‍તચર અંદાજમાં ભારત અને પાકિસ્‍તાનની ઓળખ એવા ૧૧ દેશોમાં કરાઇ છે,

Visit Saurashtra Kranti Homepage here

જે જળવાયુ પરિવર્તનના કારણે ઉત્‍પન્‍ન થતા પર્યાવરણીય અને સામાજીક સંકટો સામે તૈયાર થવા અને પ્રતિક્રિયા આપવાની તેમની ક્ષમતા બાબતે વધારે પડતા કમજોર છે.

જળવાયુ પરના અત્‍યાર સુધીનો પહેલો યુએસ નેશનલ ઇન્‍ટેલીજન્‍સ એસ્‍ટીમેટ એ પણ કહે છે કે, ભારત અને ચીન વૈશ્વિક તાપમાન વૃધ્‍ધિના પ્રકોપવક્રને નક્કી કરવામાં મહત્‍વની ભૂમિકા નિભાવશે.

તેમાં એવી ચેતવણી પણ અપાઇ છે કે, ગ્‍લોબલ વોર્મિંગથી ભૂ-રાજનીતિક તણાવ વધશે અને ૨૦૪૦ સુધીમાં અમેરિકન રાષ્‍ટ્રીય સુરક્ષા માટે જોખમ બનશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન અને ભારત ક્રમશઃ પહેલા અને ચોથા નંબરના સૌથી મોટા કાર્બન ઉત્‍સર્જક છે. બંને પોતાના કુલ અને પ્રતિ વ્‍યકિત ઉત્‍સર્જનમાં વધારો કરી રહ્યા છે. જ્‍યારે અમેરિકા અને યુરોપીય સંઘ બીજા અને ત્રીજા સ્‍થાને છે.

રિપોર્ટમાં ભારત, પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન સહિત ૧૧ દેશોની ઓળખ ‘ચિંતા પૂર્ણ ખાસ દેશો’ તરીકે કરવામાં આવી છે. ચેતવણી અપાઇ છે કે તેમને ગરમ ઉષ્‍ણતામાન, વધારે ચરમ હવામાન અને સમુદ્રી પેટર્નમાં ડીસ્‍ટર્બન્‍સનો સામનો કરવો પડશે.

Read About Weather here

રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્‍તાન પોતાની મોટાભાગની સિંચાઇ માટે ભારતમાંથી આવતી ભારે ગ્‍લેશીયર આધારિત નદીઓની નીચેની સપાટીના પાણી પર આધારિત રહે છે. નદીના પ્રવાહ બાબતે તેને ભારત પાસેથી સતત ડેટાની જરૂરીયાત રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here