ગુજરાતમાં બાળકોને મગજનાં તાવની રસી વિનામૂલ્યે અપાશે

ગુજરાતમાં બાળકોને મગજનાં તાવની રસી વિનામૂલ્યે અપાશે
ગુજરાતમાં બાળકોને મગજનાં તાવની રસી વિનામૂલ્યે અપાશે

ન્યુમોનિયા મગજનાં જીવલેણ તાવ સામે ગુજરાતનાં ભુલકાઓને સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બાળકોને ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન સરકાર વિનામૂલ્યે આપશે.

Visit Saurashtra Kranti Homepage here

ખાનગી બજારમાં આ વેક્સિનની કિંમત રૂ. 3 હજારથી માંડીને રૂ. 4500 જેવી થાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાનાં આલ્હાદપુરાથી ટીસીવી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલ્નેશ સેન્ટર પરથી બાળકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રીનાં દિશા નિર્દેશન મુજબ રાજ્યમાં વર્ષે અંદાજીત 12 લાખ બાળકોને રસીનાં 36 લાખ ડોઝ વિનામૂલ્યે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકને જન્મનાં છ અઠવાડિયે પહેલો ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ અને નવ મહિના બાદ ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે.

ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોને ભયંકર ન્યુમોનિયા અને મગજનાં તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું રસીકરણ અભિયાન ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ન્યુમોકોક્લ ન્યુમોનિયાનાં રોગથી બાળકને ફેફસામાં બળતરા થાય છે અને પ્રવાહી ભેગું થવા લાગે છે.

ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપથી શ્વાસ ચાલવો અને ગળામાં સસણી બોલવી જેવા લક્ષણો દેખાવા લાગે છે. જો સમયસર સારવાર ન અપાઈ તો બાળકને આંચકી આવી શકે છે

Read About Weather here

અને જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે. ગુજરાત સરકારે સમયસર બાળકો માટે અભ્યાન શરૂ કરી દીધું છે જે ભુલકા માટે ઉપકારક નીવડશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here