અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મહાનગરમાં ત્રાસવાદી સંગઠનો દ્વારા છમક્લુ થવાની આશંકા: 18 મી ડિસેમ્બર સુધી હાઈ એલર્ટથી સ્થિતિ જાહેર કરતા પોલીસ કમિશનર

ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદમાં આતંકવાદી હુમલો થવાનો ભય હોવાથી મહાનગરમાં 18 મી ડિસેમ્બર સુધી હાઈ એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુપ્તચર સંસ્થાઓ પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસ સતર્ક થઇ ગઈ છે અને લોકોને પણ સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

પોલીસ કમિશનરે તમામ જાહેર સ્થળો અને મહત્વનાં સરકારી અને વાણિજ્ય સ્થાનો પર પોલીસ જોપતો અને નજર રાખવા પોલીસતંત્રને આદેશ આપ્યો છે.

પસાર થતા તમામ વાહનો પર બારીક નજર રાખવામાં આવી રહી છે. તમામ શોપિંગ મોલ, બજારો અને મલ્ટીપ્લેકસ તેમજ જાહેર સ્થળો પર સઘન અને વ્યાપક ચેકિંગ કરવાના આદેશ અપાયા છે.

અત્રે યાદ કરવું જરૂરી છે કે, ગત 26 જુલાઈ 2008 નાં રોજ અમદાવાદ મહાનગર શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાથી હચમચી ઉઠ્યું હતું. ધડાકામાં માત્ર 70 મિનીટનાં ગાળામાં 56 લોકો માર્યા ગયા હતા

Read About Weather here

અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. એ ઘટના બાદ ગુપ્તચર એજન્સીઓ સતત મહાનગર પર નજર રાખતી આવી છે. તહેવારો આવી રહ્યા છે અને આતંકી હુમલાનો ખતરો હોવાથી પોલીસ એલર્ટ જાહેર કરાયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here