100 કરોડ રસીકરણ દેશના સામર્થ્યનું પ્રતિબિંબ: વડાપ્રધાન

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

કોરોના મહામારી સામે લડવાની દેશની ક્ષમતા સામે સવાલ ઉઠાવનારા બધા ચૂપ
ઐતિહાસીક સિધ્ધી મેળવવા બદલ તમામ 130 કરોડ ભારતીયોને અભિનંદન: આપણે અને દેશવાસીએ કર્તવ્ય પાલનથી 100 કરોડ ડોઝનું લક્ષ્યાંક સિધ્ધ કર્યુ, ઇતિહાસના એક નવા જ અધ્યાયનો પ્રારંભ થયો છે, તમામને દિલથી અભિનંદન: મોદી
સમગ્ર વિશ્ર્વા ભારતની સિધ્ધીથી દંગ, ભારતની ક્ષમતા અને શકિતનો સહુ સ્વીકાર કરતા થયા: કોઇપણ ભેદભાવ વગર સહુને વિનામુલ્યે રસી અપાઇ, કોઇ ભેદભાવ કરાયો નથી: આજે દેશની ક્ષમતા અને અર્થતંત્રમાં આખી દુનિયાને પુરેપુરો ભરોસો બેસી ગયો છે

કોરોના રસીકરણનું 100 કરોડનું અભુતપૂર્વ અને ઐતિહાસીક અપૂર્વ લક્ષ્યાંક સિધ્ધ કરવા બદલ તમામ દેશવાસીઓને હદયપૂર્વક અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 100 કરોડ ડોઝ એ કોઇ માત્ર આંકડો નથી બલકે ભારતના પ્રચંડ અને અભૂતપૂર્વ સામર્થ્યનું પ્રતિબિંબ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સિધ્ધી મેળવવા પાછળ તમામ 130 કરોડ દેશવાસીઓને મહેનત અને લગન યશભાગી છે. કેમ કે, આપણા તમામ દેશવાસીઓએ કર્તવ્યનું પાલન કર્યુ છે અને ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે.

આજે સવારે ખાસ રાષ્ટ્રજોગ વાયુ પ્રવચન કરતા વડાપ્રધાને કોરોના રસીકરણની ઉપલબ્ધીને ખુબ જ આવકાર આપ્યો હતો અને રસીકરણ કરાવનારા તથા એ કામગીરીમાં સંકળાયેલા તમામને હદય પૂર્વક વધામણી આપી હતી અને ભરપુર પ્રશંસા કરી હતી. તેમણે કહયું હતું

કે, આ મહાન સફળતા ભારતની સફળતા છે. દરેક દેશવાસીની સફળતા છે. નવા ભારતની આ તસ્વીર છે. એક એવું ભારત જે તેના લક્ષ્યાંકો અને સંકલ્પોની પરીપુર્તી માટે મહેનત અને પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી શકે છે. આપણે કર્તવ્ય પાલનથી આ સિધ્ધી મેળવી છે.

લોકોને તાળીઓ વગાડી, થાળી વગાડી, દિવડા પ્રગટાવ્યા એમને જે કહેવામાં આવ્યું તે કર્યુ અને દેશની સામુહિક શકિત આ કર્તવ્ય પાલનમાં જોવા મળી છે. 100 કરોડ રસીના ડોઝ અપાયા અને એ પણ નિશુલ્ક આપવામાં આવ્યા છે.

રસીકરણની કામગીરી પર વીઆઇપી કલચર બિલકુલ છવાઇ જવા દેવાયું નથી. કોઇપણ જાતના ભેદભાવ વિના દરેકને વિનામુલ્યે રસી આપવામાં આવી છે. વિશ્ર્વ આખુ ભારતની સિધ્ધીથી દંગ બની ગયું છે.

આ કાર્ય સિધ્ધીને પગલે ભારતની શકિતઓમાં વિશ્ર્વને પુરેપુરો વિશ્ર્વાસ બેસી ગયો છે. 100 કરોડ ડોઝની સિધ્ધી એટલે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્ર્વાસ અને સબકા પ્રયાસના સુત્રની સફળતાનું જીવંત ઉદાહરણ છે.

કોરોના મહામારી સામે ભારત લડત આપી શકશે કે કેમ, તેવા અનેક પ્રકારના સવાલો દુનિયાભરમાં ઉઠાવવામાં આવી રહયા હતા. એવું દર્શાવતા વડાપ્રધાને કહયું હતું કે, વિશ્ર્વમાં લોકો એવું બોલતા હતા અને પુછતા હતા

કે, શું ભારત મહામારી સામે લડત આપી શકશે?, શું ભારત વેક્સિન બનાવી શકશે? અથવા તો બીજા દેશો પાસેથી મેળવી શકશે?, શું ભારતમાં લોકો રસીકરણ કરાવવા આગળ આવશે?, શું ભારત મહામારીને કાબુમાં લઇ શકશે? આ દરેક સવાલનો જવાબ 100 કરોડના આંકડાએ આપી દીધો છે

અને ટીકા કરનારા નીરૂત્તર થઇ ગયા છે. આખુ વિશ્ર્વ ભારતની શકિત અને અર્થતંત્રની તાકાતને જોઇ રહયું છે અને અનુભવિ રહયું છે. લોકો કહેતા હતા કે, કોરોના જેવી મહામારી સામે લડવાનું ભારત માટે મુશ્કેલ બનશે. પરંતુ ભારતના લોકોએ સ્વયં અને શિસ્તનો અભુતપૂર્વ પરચો આપ્યો છે

અને કર્તવ્ય પાલન કરીને આ મોટી સિધ્ધી પ્રાપ્ત કરી છે. આવો સ્વયં અને શિસ્ત ભારતમાં કયાંથી એવું કહેનારાના મોઢે તાળા લાગી ગયા છે.

તેમણે ઉર્મેયુ હતું કે, કોરોના મહામારી સામે જંગ લડવા માટે આપણે જનભાગીદારીને આપણી પહેલી તાકાત બનાવી. ખુબ જ ટુંકા ગાળામાં દેશ કોરોના સામેની રસી પણ બનાવી શકયો, આપણે કોરોના સામે લડવા સામુહિક શકિત અને જાગૃતિનું પ્રદર્શન કર્યું.

વૈજ્ઞાનિકો, ટેકનીસનો અને આરોગ્ય કર્મીઓની જહેમત તથા દેશવાસીઓને સામુહિક જાગૃતિને કારણે આજે 100 કરોડનો આંકડો દેશ પાર કરી શકયો છે. જે બતાવે છે કે, ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ કમાલ કરી બતાવી છે.

આ સિધ્ધીનો આપણને ખુબ જ ગર્વ છે. વિશ્ર્વ આખુ હવે માની ગયું છે કે, કોરોનાથી વધુમાં વધુ સુરક્ષીત દેશ ભારત બન્યો છે. વડાપ્રધાને દર્શાવ્યું કે, ભારત દરેક પડકારોનો સામનો કરવાનું જાણે છે અને ઇતિહાસના નવા અધ્યાયનો શુભારંભ થઇ ગયો છે.

અંતરીયાળ વિસ્તારો સુધી રસીકરણ કામગીરી અને જે વિસ્તારમાં જરૂર હોય વધુ એ વિસ્તારને પ્રાથમિકતા આપી વૈજ્ઞાનીક ઢબે રસીકરણ કામગીરી કરવામાં કોવિન પ્લેટફોર્મ ખુબ જ ઉપયોગી સાબિત થયું છે.

વડાપ્રધાને આગામી તહેવારો ખુબ જ સાવધાની અનેસર્તકતા સાથે મનાવવા અને માસ્કને જીવનની રોજીંદી ટેવ બનાવવા દેશવાસીઓને અપીલ કરી હતી અને તમામ દેશવાસીઓને આનંદથી તહેવારો મનાવવા હદય પૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા.

Read About Weather here

જે લોકોએ હજુ રસી લીધી નથી એ તમામ રસી લઇ લેવા અને જે લોકોએ લઇ લીધી છે એ લોકો બિજાને પણ પ્રોત્સાહિત કરે એવી વડાપ્રધાને અપીલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here