૩૦૦ કરોડની લાંચ…!

વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?
વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?

રાજસ્થાનના ઝુનઝુનુમાં હાજર રહેલા સત્યપાલ મલિકે કહ્યું, શ્નકાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઈલો આવી. એક અંબાણીની ફાઇલ હતી અને બીજી આરએસએસ સાથે જોડાયેલી હતી જે અગાઉની મહેબૂબા મુફ્તી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીની ખૂબ નજીક હતા.

Visit Saurashtra Kranti Homepage here

સત્યપાલ મલિકે આગળ કહ્યું, શ્નમને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આમાં કૌભાંડ થયું છે અને પછી મેં બદલામાં બંને સોદા રદ કર્યા હતા. સચિવે મને કહ્યું કે બંને ફાઈલો માટે ૧૫૦-૧૫૦ કરોડ રૂપિયા આપવામાં આવશે.

પણ મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને એટલું જ લઈને નીકળીશ. કહેવામાં આવી રહ્યું છે કે સત્યપાલ મલિકના આ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જમ્મુ -કાશ્મીરના પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિકે મોટો દાવો કર્યો છે.  કે જયારે તેઓ જમ્મુ -કાશ્મીરના રાજયપાલ હતા ત્યારે અંબાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે જોડાયેલા યુવાનોની ફાઇલો કલિયર કરવાના બદલામાં તેમને ૩૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ ગવર્નરે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું અને તેમણે ટેકો પણ આપ્યો હતો.

મેઘાલયના હાલના રાજયપાલે આ બે ફાઇલો વિશે વિસ્તૃત માહિતી આપી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મલિક સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને પત્રકારો માટે લાવવામાં આવેલી ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી સંબંધિત ફાઇલનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

જેના માટે સરકારે અનિલ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ સાથે સોદો કર્યો હતો.

ઓકટોબર ૨૦૧૮ માં, જયારે સત્ય પાલ મલિક જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, ત્યારે તેમણે કેટલીક અનિયમિતતાની ધારણા રાખીને રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સાથેનો સોદો રદ કર્યો હતો.

Read About Weather here

બે દિવસ પછી, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને આ સોદા વિશે માહિતી આપતી વખતે, રાજયપાલે તેમને કરારની તપાસ કરવા કહ્યું કે તેમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે કે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here