લો બોલો 1.30 લાખ રૂપિયાની ઘારી ખાઈ ગયા…!

લો બોલો 1.30 લાખ રૂપિયાની ઘારી ખાઈ ગયા...!
લો બોલો 1.30 લાખ રૂપિયાની ઘારી ખાઈ ગયા...!

10 માસનો ધંધો એક જ દિવસમાં થયો

સુરતમાં 9થી 10 મહિનામાં જેટલી ઘારી વેચાય એટલી ઘારી એક જ દિવસમાં વેચાઈ ગઈ છે. બીજી તરફ આ વર્ષે મીઠાઈની દુકાનોમાં સુગર ફ્રિ ઘારી વધારે વેચાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યાર સુધીમાં શહેરની તમામ મીઠાઈ શોપ મળીને અંદાજે 10 હજાર કિલો જેટલી સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ છે. ચંદી પડવાના દિવસ પહેલા જ શહેરમાં ઘારીની દુકાનો પર લાઈન લાગી જતી હોય છે.

ચંદી પડવા માટે સુરતમાં દોઢ લાખ કિલો ઘારીનું માર્કેટ છે. જો કે, ચંદિ પડવા પહેલા જ શહેરમાં અંદાજે 1.30 લાખ કિલો ઘારી વેચાઈ ગઈ છે. અંદાજે 8.06 કરોડ રૂપિયાની સુરતમાં ઘારી વેચાઈ ગઈ છે.

ચંદી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને સુમુલ ડેરી દ્વારા 5 હજાર કિલો સુગર ફ્રિ ઘારી તૈયાર કરવામાં આવી હતી પરંતુ ચંદી પડવો આવે તે પહેલા જ તમામ સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ હતી. શહેરમાં અંદાજે 10 હજાર કિલો સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ છે.

લોકોને ઘરે ઓર્ડર પૂરો પાડવા સુમુલ સહિતની અલગ અલગ મીઠાઈ શોપ દ્વારા આ વર્ષે ઘારીના ઓનલાઈન ઓર્ડર બુક શરૂ કર્યા છે. શહેરની મીઠાઈ શોપ દ્વારા ફૂડ ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓ સાથે ટાયપ કર્યુ છે.

શહેરમાં અંદાજે 1 હજાર કિલો ઘારી ઓનલાઈન વેચાશે. સુમુલ ડેરીએ ગત વર્ષે કુલ 80 હજાર કિલો ઘારી બનાવી હતી. જેમાં 1500 કિલો સુગર ફ્રિ ઘારી બનાવી હતી.

જ્યારે આ વર્ષે કુલ 1 લાખ કીલો ઘારી બનાવી છે જેમાંથી 5 હજાર કિલો સુગર ફ્રિ ઘારી બનાવી છે. જોકે, ચંદી પડવો આવે તે પહેલા જ સુમુલની તમામ સુગર ફ્રિ ઘારી વેચાઈ ગઈ છે.

સુગર ફ્રિ ઘારીની વધારે માંગ હોવાથી સુમુલ દ્વારા બીજી સુગર ફ્રિ ઘારી બનાવવાની તૈયારી શરૂ કરી દિધી છે.

24 કેરેટ મીઠાઈના રોહન ઘારીવાલા કહે છે કે, આ વર્ષે વિદેશોમાંથી પણ ઓર્ડર છે. સુગર ફ્રિ ઘારીનો કોન્સેપ્ટ પણ વધ્યો છે. લોકો ઓનલાઈન પણ ઘારીના ઓર્ડર કરી રહ્યા છે.

અમે આ વર્ષે નાના બાળકોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ચ્યુમગમ જેવા સ્વાદની બબલગમ ઘારી બનાવી છે.

Read About Weather here

હાલ સુગર ફ્રી મીઠાઈનો કન્સેપ્ટ વધ્યો છે. ખાસ કરીને કોરોના પછી લોકો હેલ્થની કાળજી રાખતા થયા છે. માટે જેમને મીઠાઈ ખાવી છે અને હેલ્થની કાળજી રાખવી છે તેમના માટે સુગર ફ્રિ મીઠાઈ બેસ્ટ છે અને હેલ્ધી પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here