મગફળી મબલક: સિંગતેલના ભાવ આસમાને…!!

મગફળી મબલક: સિંગતેલના ભાવ આસમાને…!!
મગફળી મબલક: સિંગતેલના ભાવ આસમાને…!!

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક : ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છવાયા

જામનગરના કાલાવડ APMCમાં કપાસ અને મગફળીની પુષ્કળ આવક નોંધાઇ છે. APMCમાં કપાસના એક મણના 1750 જેટલો ભાવ બોલાઇ રહૃાો છે.

જયારે મગફળીના એક મણના 1225 જેટલો મળ્યો છે. આજે કપાસની વીસ હજાર મણ કપાસની આવક નોંધાઇ છે. તો મગફળીની 14000 મણ જેટલી આવક થઈ છે. સાથે જ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારું થયું છે. તેમ છતાં તેલના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા જણાતી નથી.

ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશને શક્યતા વ્યક્ત કરી છે કે દિવાળીના તહેવારોમાં સિંગતેલના ડબ્બાનો 2500થી 2600 રૂપિયા રહેશે.

ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે કહૃાું કે- આ વર્ષે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. આ વર્ષે 33.44 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 5 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે.

જૂનાગઢ 4.21 લાખ ટન, દેવભૂમિદ્વારકામાં 3.82 લાખ ટનનું ઉત્પાદન થયું છે. જોકે ખાદ્યતેલ માટે ચાઈનાથી માંગ વધતા અઠવાડિયામાં જ મગફળીના ભાવ ઉંચકાશે. ગોંડલ માર્કેટયાર્ડમાં 1 લાખ 75 હજાર ગુણી મગફળીની આવક થઈ છે.

Read About Weather here

ખેડૂતોને 20 કિલો મગફળીના 900 થી 1200 સુધીના ભાવ મળ્યાં છે. માર્કેટયાર્ડ તરફથી મગફળી રાખવાની યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવ્યા છે. ગોંડલ ચેરમેનના મતે સૌરાષ્ટ્રમાં મગફળીનું વ્યાપક વાવેતર થયું છે. જેથી આગામી એકથી દોઢ મહિના સુધી મગફળીની બમ્પર આવક ચાલુ રહેશે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here