આ છે આપણું રાજકોટ…

આ છે આપણું રાજકોટ…
આ છે આપણું રાજકોટ…

જ્યુબિલી શાકમાર્કેટ પાસે ગંદકીના ગંજ: તંત્ર દ્રારા દરરોજ સાફ-સફાઇ કરાતી હોય તો આવા દ્રશ્યો સામે આવે??
ગટરના ઢાકણાં તુટી ગયા પણ બદલાવવાનો ટાઇમ નથી…

મારૂ રાજકોટ સ્વચ્છ રાજકોટના નામે તંત્ર દ્વારા ઝુબેંશ ચલાવાય છે. રાજકોટ શહેર સ્વચ્છ બને અને સ્વચ્છતામાં અગ્રેસર નંબર હાંસલ કરે તે હેતું થી શહેરમાંથી ન્યુસન્સ પોઇન્ટ દુર કરવા, કચરાના ઢગલા પડ્યા પાર્થયા ન રહે ગંદકી ન ફેલાઇ તે હેતુંથી કચરો સાફ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ હજુ ઘણી જગ્યાએથી કચરો હટાવવમાં તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મેયર અને સેનીટેશન ચેરમેને રાજકોટમાંથી તમામ ન્યુસન્સ પોઇન્ટ દુર કરવાની નેમ લીધી હતી. જેમાંથી નવથી વધુ પોઇન્ટ દુર કરવામાં સફળતા પણ મળી છે

અને બાકીની કામગીરી હજુ શરૂ જ છે. પણ અમુક જાહેર જગ્યાઓમાં સમયસર કચરાના ઢગલા સાફ કરવામાં આવતા નથી તેની પાછળનું કારણ અંકબંધ છે. શહેરમાં સમયસર કચરો ઉપડે છે તેમજ ટીપરવાન આવતી હોવાનો દાવો કરતું તંત્ર આ તસવીરોને નિરખીને જોઇ શકે છે.

શહેરની જ્યુબેલી માર્કેટ પાસે શાકભાજી વેચતા ફેરીયાઓ કચરો ફેંકતા હોય છે જેના લીધે ગંદકીના થર જામી ગયા છે. જ્યા કચરો ફેંકવામાટે કચરા પેટી મુકવામાં આવી હતી ત્યા અત્યારે ખાલી સ્ટેન્ડ જ છે.

ટોપલીઓ નથી જેના લીધે લોકો બહાર કચરો ફેંકીને ચાલ્યા જાય છે. ગટરના ઢાકણ તુંટી ગયા હોવા છતા પણ તંત્ર દ્વારા બદલવાની તસ્દી લેવામાં આવતી નથી અને ગંદા પાણી શહેરની બજારોમાં ફરી વળે છે.

Read About Weather here

ઉ5રોક્ત તમામ તસવીરો તંત્રની કામગીરીનો નમુનો આપે છે. ન્યુસન્સ પોઇન્ટ દુર કરવા માટે તંત્રએ હજુ વધુ મહેનત કરવી પડશે તેવુ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.શહેરમાં કચરાના ઢગલા જોઇને લોકો કહે છે કે આ છે આપણું રાજકોટ??(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here