રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરાનું રાજીનામું

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરાનું રાજીનામું
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરાનું રાજીનામું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઘરખમ ફેરફાર પહેલા
દોઢ મહિના પહેલા પ્રદેશ પ્રમુખને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું: જિલ્લા કોંગ્રેસમાંથી હજુ વધુ રાજીનામાં પડવાની શક્યતા

આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઘરખમ ફેરફારો થઇ રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ હિતેશભાઈ વોરાએ દોઢેક મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

તબિયત અને પાર્ટીમાં પુરતો સમય આપી ન શકતા હોવાથી રાજકોટ જિલ્લા પ્રમુખ પદેથી હિતેશ વોરાએ રાજીનામું ધરી દીધું છે. તેમ જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લામાં જુથવાદથી પાર્ટીનાં કાર્યકર્તાઓની ગણના ન થતી હોવાની ગુજરાત પ્રદેશ

અને રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નોંધ નહીં લેવાતી હોવાથી આગામી દિવસોમાં મોટી સંખ્યામાં કાર્યકરો રાજીનામાં આપી અન્ય રાજકીય પક્ષોમાં જોડાઈ શકે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હિતેશ વોરાએ રાજીનામું આપી દેતા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં જુથવાદ સંકલનનો અભાવ સહિતનાં મુદ્દે પ્રદેશ કોંગ્રેસમાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા ન લેવાતા પાર્ટીનાં નારાજ કાર્યકર્તાઓ આગામી દિવસોમાં કોંગ્રેસ સાથે છેડો પાર્ટી અન્ય રાજકીય પાર્ટીમાં જોડાશે. તેમ ચર્ચાઈ રહ્યું છે.

વધુમાં જાણવા મળ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીએ ચૂંટણીની તડામાર તૈયારી આદરી દીધી છે. જયારે કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈ રૂપરેખા તૈયાર નહીં કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Read About Weather here

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ રાજીનામું ધરી દીધુ છે જો કે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવ્યું નથી.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here