40 કાશ્મીરી યુવાનોને નશીલા પદાર્થોની લત, જવાબદાર તાલીબાનો

એમ.ડી ડ્રગ્સ ઝડપાયું
એમ.ડી ડ્રગ્સ ઝડપાયું

અફઘાન પાક તાલીબાની સંગઠનનાં ઉદય સાથે ભારત પર સર્જાતું નવું જોખમ: સરહદો પર ડ્રગ્સ-ત્રાસવાદનો નવો પડકાર: ભારતને નશીલા પદાર્થોનો માર્ગ અને વેચાણનો હબ બનાવવાનું કાવતરૂ: ત્રાસવાદ અને નશીલા પદાર્થોનાં આક્રમણ, બે મોરચે ભારતની લડાઈ

અફઘાનિસ્તાન પર કબ્જો પાકિસ્તાનનો વર્ચસ્વ ધરાવતા કટરપંથી તાલીબાનો દળોનાં ઉદય સાથે ભારત પર ડ્રગ્સ-આતંકવાદનો ગંભીર પડકાર ઉભો થવા પામ્યો છે. ભારતીય સેનાએ હાથ ધરેલા એક અભ્યાસમાં એવા ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

કે, જમ્મુ અને કાશ્મીરમાં 40 ટકા જેટલા યુવાનો નશીલા પદાર્થોનાં બંધાણી થઈ ગયા છે. 2008 માં નશાના આદિ યુવાનોની સંખ્યા 5 ટકા હતી એ દર્શાવે છે કે, તાલીબાનોનાં ઉદય સાથે ત્રાસવાદીઓ અને જંગીમાત્રામાં કેફી દ્રવ્યોની પણ કાશ્મીરમાં ઘુસાડવામાં આવી રહ્યા છે.

જેના કારણે કાશ્મીરની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. લશ્કરનાં અભ્યાસે સરકારને ચોકાવી દીધી છે.

હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નાર્કો-ટેરરીઝમ એટલે કે, કેફી દ્રવ્ય ત્રાસવાદનો શબ્દ ચારે ગુંજવા લાગ્યો અને અને ભારત સહિત અનેક દેશોને ઘેરી ચિંતામાં મૂકી રહ્યો છે. ભારત સામે તો ત્રાસવાદ અને ડ્રગ્સ માફિયાગીરી એવા બે પ્રકારનાં પડકારો સામે લડવાનું આવ્યું છે.

ભારત જેવા દેશોએ ત્રાસવાદ સામે લાંબી લડાઈ લડી છે અને હજુ ચાલુ છે. પણ હવે નશીલા પદાર્થો સામે પણ જંગ લડવાનું કરવું પડ્યું છે. કેમકે ત્રાસવાદ અને ડ્રગ્સની એક નાપાક તથા શૈતાની ધરી રચાઈ ગઈ છે. જેનો તાજો દાખલો આઈએસઆઈ નો છે.

પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનાં મોટાભાગનાં ડ્રગ્સ બજાર પણ કબ્જો ધરાવે છે. તેની હેરફેરમાંથી જંગી નાણાં ઉભા કરીને આતંકવાદને પોષવામાં આવે છે. આ એક ખૂબ જ ધરી રચાઈ છે.

ભારતીય સેનાનાં અહેવાલમાં એવી પણ હકીકતો જાણવા મળી છે કે, આતંકવાદી સંગઠનો ત્રાસવાદની સાથેસાથે નશીલા પદાર્થોનાં કારોબારમાં પણ ગળાડૂબ બન્યા છે. જેના નાણાંનો ત્રાસવાદ ફેલાવવામાં અને ભારત જેવા દેશોમાં અસ્થિરતા ઉભી કરવામાં થઇ રહ્યો છે.

આતંકવાદથી તો બધા દેશો અને ખાસ કરીને તેનો ભોગ બનનારા દેશો છે જ ડ્રગ્સનું દુષણ આ દેશો માટે નવું છે. આતંકવાદ ફેલાવવા પાછળનો મૂળ હેતુ રાજકીય સતા પ્રાપ્ત કરવાનો રહ્યો છે. પણ ડ્રગ્સની હેરફેર અને વેચાણથી આર્થિક ઉપાર્જન એ જ મુખ્ય આશય રહ્યો છે

જેના થકી પીડિત દેશનાં અર્થ તંત્ર તથા યુવા પેઢીને ઘસારો લાગે છે. માર્ગ એક જ હોવાથી શૈતાનો વચ્ચે ધરી રચાઈ ગઈ છે. એક મોટો તફાવત એ જોવા મળ્યો છે કે ત્રાસવાદ ચોક્કસ પ્રકારનાં નકારાત્મક આદર્શવાદ પર આધારિત હોય છે.

પણ ડ્રગ્સ માફીયાઓ પોતાના કોઈ આદર્શો કે વિચારધારા હોતા નથી. રાજકીય સતા એમની અભિલાષા હોતી નથી. પણ બંનેની સાંઠગાંઠ રચાઈ ગઈ છે તેની પાછળનું તાર્કિક કારણ છે કે બંને પ્રવૃત્તિઓ ગેરકાનૂની છે અને અનૈતિક છે.

ડ્રગ્સ માફીયાઓ પાસે અન્ય દેશમાં ઘુસણખોરીનાં છુપા માર્ગો તથા પદ્ધતિની જાણકારી હોય છે. જેનો ત્રાસવાદીઓ ગેરલાભ ઉઠાવે છે અને ડ્રગ્સનાં છુપા રૂટ થકી શસ્ત્રો તથા ત્રાસવાદીઓની ઘુસણખોરી કરવામાં આવે છે. ભારત 15 હજાર 106 કિ.મી. જેટલી અતિલાંબી સરહદ ધરાવે છે.

7516 કિ.મી. જેટલી દરિયાઈ સરહદ ધરાવે છે. આપણી સરહદો ચીન, પાકિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. એટલે પાડોશી દેશોમાંથી મોટાપાયે આતંકવાદીઓની ઘુસણખોરી થતી રહે છે

અને હવે ગાંજા, ચરસ, હેરોઈન, હશીશ, પોકેઈન જેવા નશીલા પદાર્થોની ઘુસણખોરી કરતા માફીયા તત્વો અને ત્રાસવાદવાદ સાથે ધરી ભારત માટે મોટો પડકાર બનીને ઉભરી રહ્યા છે.

વ્યુહાત્મક રીતે ભારત અનેક દાયકાઓથી વિશ્વના ડ્રગ વ્યાપાર માટે કુખ્યાત ગોલ્ડન ક્રીસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેન્ગલ વિસ્તારોની વચ્ચે આવેલો દેશ છે. અફઘાન પાક ડ્રગ ઉત્પાદન હેરફેરનો વિસ્તાર પણ ગોલ્ડન ક્રીસેન્ટમાં સામેલ છે.

તે કારણે જ અફીણનો સૌથી મોટો ઉત્પાદક દેશ અફઘાનિસ્તાન બન્યો છે. જેના અંકુશ મેળવીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ત્રાસવાદીઓને ભરપુર નાણાં આપીને ટકાવી રહી છે.

ભારતમાં ત્રાસવાદ ફેલાવવા પાછળ આઈએસઆઈ જેટલા નાણા ખર્ચે છે. તેના 25 ટકાથી વધુ નાણા ડ્રગ્સની હેરફેરમાંથી આવે છે. આ નાણાંમાંથી ત્રિપુરા, આસામ, મેઘાલય વગેરે વિસ્તારોમાં ડાબેરી આતંકવાદીઓને નિભાવવાનું ષડ્યંત્ર પણ ચાલી રહ્યું છે.

Read About Weather here

આ રીતે તાલીબાનોનાં ઉદય ભારતની આંતરિક સુરક્ષા ગંભીર રીતે જોખમમાં મુકાઇ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here