કાર્ગોના પ્રતિબંધ પર નારાજગી…!

કાર્ગોના પ્રતિબંધ પર નારાજગી...!
કાર્ગોના પ્રતિબંધ પર નારાજગી...!
ડ્રગ્સ પ્રકરણ બાદ ઈરાન સહિત 3 દેશોના કાર્ગો હેન્ડલ પર પ્રતિબંધ લગાવાયો

Visit Saurashtra Kranti Homepage here

ગત મહિને મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાંથ ડીઆરઆઈએ 3 હજાર કિલો એટલે કે 21 હજાર કરોડ રુપીયાન કિંમત દર્શાવતો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.

મુંદ્રા પોર્ટમાં ગત મહિને ભારે હેરોઈનનો જથ્થો ઝડપાયા બાદ મુદ્ન્રા પોર્ટ દ્વારા ઈરાન સહિત ત્રણ દેશોથી આવતા કાર્ગોને હેંડલ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

જે અંગે ઈરાન દ્વારા સતાવાર રીતે નારાજગી દર્શાવીને આ પગલાને ‘અનપ્રોફેશન’ અને ‘અસંતુલીત’ ગણાવ્યો હતો.

જે અંગે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કોર્ટની ટીપ્પણીઓ સાથે સોશ્યલ મીડીયામાં પણ અદાણી મુંદ્રા પોર્ટ પર વિવિધ બાબતો ચર્ચાના એરણે ચડી હતી.

ત્યારબાદ ગત સપ્તાહે મુંદ્રા પોર્ટ, એપસેઝ દ્વારા સતાવાર નોટિફીકેશન જાહેર કરીને મુંદ્રા પોર્ટ પર અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાન આમ આ ત્રણેય દેશોથી આવતા કોઇપણ કન્ટેનર કાર્ગોને આગામી 15 નવેમ્બરથી હેંડલ નહિ કરાય તેમ જણાવાયું હતું.

આ અંગે ઈરાન, તહેરાન દ્વારા નવી દિલ્હીને સંદેશ પાઠવીને નારાજગી દર્શાવતા જણાવ્યું કે આ યોગ્ય નિર્ણય નથી. ઈરાન પોતે પડોસી દેશોમાં થતી ઉથલપાથલનું શિકાર રહ્યું છે

Read About Weather here

અને અનેક અયોગ્ય પ્રતિબંધોનો સામનો કરતું રહ્યું છે. છેલ્લે તેમણે ભારતના ઉચ્ચાયુક્ત સાથે થયેલી મુલાકાતને હકારાત્મક ગણાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here