આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કોરોના મહામારી અને આબોહવા પરિવર્તનને લીધે વિશ્વમાં કુપોષણ-ભૂખમરાની સ્થિતિ ગંભીર બની

ગરીબી, નાણાકીય સંશાધનો, તાલીમ તથા ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ નાના ખેડૂતો વિશ્વના કુલ ખાદ્યાન પૈકી 33%થી વધુ ખાદ્યાનનું ઉત્પાદન કરે છે

વિશ્વમાં કૃષિ ખાદ્યાન વ્યવસ્થા ક્ષેત્ર સાથે 1 અબજથી વધારે લોકો જોડાયેલા છે, જે અન્ય કોઈપણ ક્ષેત્રની તુલનામાં વધારે

2. રાજ્યની 6 સ્માર્ટસિટીને 1820 કરોડના 17 કામ માટે 5 વર્ષે કોન્ટ્રાક્ટર મળતા નથી, અન્ય 16 પ્રોજેક્ટ કેન્સલ

સૌથી વધુ કિંમતના 4 પ્રોજેક્ટ રાજકોટના અને સૌથી ઓછા વડોદરાના 2 બાકી, હજી 137 પ્રોજેક્ટના કામ ચાલુ છે

Read Local News / Articles : Saurashtra , Gujarat

સ્માર્ટ સિટીમાં નિર્ણય અને અમલની મંદ ગતિ, કોરોનાને કારણે અનેક પ્રોજેક્ટ રદ કરવા પડ્યા. 14 હજાર કરોડનાં કામો હજી વર્ક ઓર્ડર સ્ટેજ પર

3. અમદાવાદના આંત્રપ્રિન્યોરે 7 લાખની સોનાની સાઈકલ તૈયાર કરી, સાઈકલ લેવા ગોલ્ડન ગાઈઝ અમદાવાદ આવ્યા

  શહેરના આંત્રપ્રિન્યોર ધિરલ મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલ ગોલ્ડન ઇલેક્ટ્રિક સાઈકલ લેવા માટે પુણેથી ગોલ્ડન ગાઈઝ તરીકે જાણીતા સની વાઘચુરે અને સંજય ગુર્જરે અમદાવાદની મુલાકાત લીધી. આ ઇલેક્ટ્રિક સાઇકલમાં વાઈ ફાઈ, મ્યુઝિક પ્લેયર, ટ્રેકરની સુવિધા છે જે 60 કિમીની ઝડપે ચાલી શકવાની ક્ષમતા ધરાવે છે.

4. દશેરાએ શહેરમાં 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું; દિવાળી પર, લગ્નસરાને કારણે નવરાત્રીમાં ઘરાકી નીકળી

નવરાત્રીમાં રોજનું 25થી 30 કરોડનું સોનું વેચાયું: વેપારીઓ

5. આર્યન જેલની કેન્ટીનનું ભોજન લઈ શકે તે માટે શાહરૂખે રૂા.4500નું મની ઓર્ડર કર્યું

આર્યનને જેલનું ખાવાનું ભાવતું નથી! : મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં આર્યન રડી પડયો: પુત્ર જલદી છૂટી જાય તે માટે માતા ગૌરી ખાને ગળપણની બાધા રાખી

6. કોલકાતા પ્રથમવાર IPL ફાઈનલ હાર્યું: ઋતુરાજે ઓરેન્જ કેપ મેળવી અને શાર્દૂલ ચેન્નઈનો સૌથી સફળ બોલર બન્યો

કોલકાતા અત્યારસુધી IPLમાં ત્રણવાર ફાઈનલમાં પહોંચ્યું હતું, જેમાંથી 2012 અને 2014ની IPLમાં ચેમ્પિયન બન્યું હતું

7. ડેમોક્રેટ પાર્ટીએ પહેલીવાર હિન્દુ ડેમોક્રેટિક ગઠબંધન બનાવ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટીએ હિન્દુ મતદારોને મજબૂત વોટબેન્ક તરીકે એકજૂટ કરવા માટે મોટું પગલું ભર્યું છે. પાર્ટીના હિન્દુ સાંસદ-ધારાસભ્ય અને એડવાઈઝર હિન્દુ ડેમોક્રેટિક ગઠબંધન(એચડીસી) લોન્ચ કરી રહ્યાં છે. તેનો ઉદ્દેશ્ય હિન્દુ હિતોની સુરક્ષા કરવા અને સમુદાયને પાર્ટી સાથે સાંકળવાનો છે.

8. બેંગકોકમાં પહેલીવાર સ્કૂલ સ્ટુડન્ટ્સને વેક્સિન, 36 લાખ સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવ્યું

50 લાખ બાળકો વેક્સિન લેવા યોગ્ય છે થાઇલેન્ડમાં. 36 લાખ બાળકોએ જાતે રજિસ્ટ્રેશન કરાવ્યું

9. પાક.માં હિન્દુ સંતની સમાધિ તોડનારાઓને દંડ, હવે તેમની પાસે જ નિર્માણ કરાવાશે

પાક. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું- એક મહિનામાં સમારકામ કરાવો

Read About Weather here

10. આર્ટિફિશિયલ કલરને લીધે ભલે પેકેજ્ડ ફૂડ આઈટમ્સ આકર્ષક લાગે પણ તેનાથી બાળકોમાં ડિપ્રેશનનું જોખમ, હાનિકારક રંગો કેન્સર નોતરે છે

તમે ઘરે પણ નેચરલ ફૂડ કલર બનાવી શકો છો. પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે તેનું લેબલ ધ્યાનથી વાંચવું જોઈએ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here