રાજકોટનાં વિશ્ર્વ વિખ્યાત ઈજનેરી ઉદ્યોગમાં ખોટકો

રાજકોટનાં વિશ્ર્વ વિખ્યાત ઈજનેરી ઉદ્યોગમાં ખોટકો
રાજકોટનાં વિશ્ર્વ વિખ્યાત ઈજનેરી ઉદ્યોગમાં ખોટકો

કાચો માલ અને કોલસાનાં આસમાને પહોંચતા ભાવોને કારણે 4 લાખ લોકોની રોજી ભયમાં: વાર્ષિક રૂ. 10 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતો ઉદ્યોગ ભારે ભીંસમાં: દિવાળી ઉપર પણ કારખાના ઘમઘમતા ત્યાં હવે લાંબા દિવાળી વેકેશનની વિચારણા

વાર્ષિક રૂ. 10 હજાર કરોડનું ટર્નઓવર, 4 લાખથી વધુ લોકોને રોજી અને 10 હજારથી વધુ એકમો ધરાવતો રાજકોટનો વિશ્ર્વ વિખ્યાત એન્જીનીયરી ઉદ્યોગ ભારે મંદીમાં સપડાયો છે અને ધમધમતા ઉદ્યોગની વેગ પૂર્વક ચાલતી કામગીરીને એકાએક બ્રેક લાગી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કાચા માલનાં વધતા જતા ભાવ અને કોલસાની વિશ્ર્વ વ્યાપી કટોકટી તેમજ વધતા ભાવોને કારણે ઉદ્યોગોને ઉત્પાદનમાં 30 ટકા કાપ મુકવાની ફરજ પડી છે. એટલું જ નહીં દિવાળી ઉપર પણ જે ઉદ્યોગ કદી બંધ રહ્યો નથી એવા ઈજનેરી ઉદ્યોગનાં યુનિટ દિવાળી વેકેશન લાંબુ રાખવાનું વિચારવા લાગ્યા છે.

અત્યાર સુધીનું સૌથી ભયાનક મંદીનું ગ્રહણ રાજકોટનાં આ ખ્યાતનામ ઉદ્યોગને વરગી ગયું છે.

ઔદ્યોગિક સુત્રોનાં જણાવ્યા મુજબ વિશ્ર્વભરમાં કોરોના લોકડાઉન અને ઘેરી મંદી વચ્ચે પણ રાજકોટનાં ઈજનેરી યુનિટને મોટા પાયે ઓર્ડર મળતા રહેતા હતા. ગઈ દિવાળી પર કોરોના કાળમાં પણ નોંધપાત્ર ધંધો થયો હતો.

ગયા વર્ષે વતન ચાલ્યા ગયાનાં કામદારોને વિમાન માર્ગે પાછા લાવવામાં આવ્યા હતા. પરંતુ વધતા જતા ભાવોને કારણે નિકાસનાં ઓર્ડર પણ ઘટી ગયા છે અને ઉત્પાદનમાં પણ કાપ મુકવો પડ્યો છે.

કોરોના મહામારી વચ્ચે પણ ઉદ્યોગની કામગીરી ચાલુ હતી. ત્યાં અચાનક કોલસાની તંગી અને ભાવ વધારાએ ફરીથી ઉદ્યોગને ફટકો માર્યો છે. રાજકોટમાં 50 થી વધુ ફાઉન્ડ્રી યુનિટને કોલસા પર જ આધાર રાખવો પડે છે.

કોલસાની તંગીને કારણે કાસ્ટ આર્યન ઉત્પાદન કરતા યુનિટ ઘેરા સંકટમાં મુકાઇ ગયા છે.પીગ આર્યન, ફેરો સીલીકોન, ફેરો મેંગેનીઝ, જસત અને કોલસાના ભાવો આસમાને પહોંચી રહ્યા હોવાથી ઉત્પાદન પર ગંભીર અસર પડી છે.

Read About Weather here

ફાઉન્ડ્રી યુનિટને કાસ્ટ આર્યનની પ્રોડક્ટ બનાવવા માટે લોખંડ ઓગાળવા 1440 ડીગ્રી તાપમાનની જરૂર પડતી હોય છે. બાંધકામનાં સાધનો, સબમર્સીબલ પંપ, ઓટોપાર્ટ્સ વગેર સાધન સરંજામમાં આર્યન ઓરનો ઉપયોગ થાય છે. તમામ કાચામાલમાં ગત એક વર્ષનાં

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here