રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઠેરઠેર મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઠેરઠેર મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઠેરઠેર મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન

પક્ષના મધ્યસ્થ કાર્યાલય ખાતે અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરતી પોલીસ

વિજયા દશમીના પવિત્ર દિવસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોંઘવારી રૂપી રાક્ષસના પુતળાનું દહન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રજા મોંઘવારીથી મુકત થાય એવી પ્રાર્થના કરીને કોંગ્રેસના આગેવાનોએ પુતળા દહન કરી પ્રજાનો રોષ ભાજપ સરકાર સુધી પહોંચાડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસના મધ્યસ્ત કાર્યાલય ખાતે પુતળા દહન કરવા જતા કોંગ્રેસના સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરોની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરી લીધી હતી. શહેરમાં પૂર્વ ઝોન, પશ્ર્વિમ ઝોન તેમજ શહેર કોંગ્રેસ મધ્યસ્ત કાર્યાલય ખાતે પુતળા દહન કરવામાં આવ્યું હતું.

રાજકોટ વોર્ડ નં.4માં મોંઘવારીના પુતળા દહન કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક આગેવાનો જોડાયા હતા.

છેલ્લાં સાત વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોવિડ મહામારીથી વધારે ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે.

અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ રૂ. 101 સુધી પહોંચી ચુક્યો છે. ઈંધણના ભાવવધારાથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

પેટ્રોલ -ડીઝલ-ગેસ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા, પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા

મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજયાદસમીના દિવસે પૂર્વ ઝોન, પશ્ર્ચિમ ઝોન તેમજ શહેર કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.

જેમાં વિસ્તૃત પૂર્વ ઝોન સામાકાંઠે કાર્તિક પાર્ટી પ્લોટ બાજુમાં 80 ફૂટ રોડ ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, ઠાકરસીભાઈ ગજેરા, આશિષસિંહ વાઢેર, રામભાઈ આહીર,

સંદીપભાઈ મહેતા, કૈલાશભાઈ નકુમ, હિરેનભાઈ મકવાણા, મનસુખભાઈ સાંગાણી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પશ્ર્ચિમ ઝોનમાં ઉમિયા ચોક વોર્ડ 12 કોંગ્રેસ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં

વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળા,પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, મનીષભાઈ વાગડિયા, મુનાભાઈ ચાવડા, વિશાલભાઈ ભંડેરી, રસિકભાઈ સીદપરા, દેવદાનભાઈ માલા, વિપુલભાઈ ગૌસ્વામી અને દિલીપભાઈ નિમાવત સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ મધ્યઝોન માં મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળા દહન કરે તે પહેલાજ એ ડીવીઝન પોલીસ દ્વારા રણજીતભાઈ મુંધવા, ભાવેશભાઈ પટેલ, રમેશ તલાટિયા ની અટકાયત કરવામાં આવી અને મધ્યસ્થ કાર્યાલય ખાતે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન કરતા

કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, દિનેશભાઈ મકવાણા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, રહીમભાઈ સોરા,

Read About Weather here

દિપ્તીબેન સોલંકી, ગોવિંદભાઈ સભાયા, નીલેશભાઈ મારૂ પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, મનીષભાઈ વાગડિયા, ગોપાલભાઈ બોરાણા સહિતના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here