ગોંડલ યાર્ડમાં ફરી ભાજપનો વિજય

ગોંડલ યાર્ડમાં ફરી ભાજપનો વિજય
ગોંડલ યાર્ડમાં ફરી ભાજપનો વિજય

એકને બાદ કરતાં નો-રિપીટની થિયરી સફળ થઈ

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીનો પ્રારંભ થયો છે. હાલ બુથ નં. 1અને 2ની પેટી ખોલવામાં આવી છે. કુલ 2 બુથ પર મતદાન થયુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

તેથી મત પેટી ખોલીને મતની થપ્પી બનાવીને ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 586માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને 540 જેટલા મત મળ્યા હતા. જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને 18 મત મળ્યા હતા.

અને ફરી ગોંડલ યાર્ડમાં ભાજપે ભગવો લહેરાયો છે. રાદડીયાઅબુલેટમાં સવારી કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો. વિજયી થતાં જ વિજેતા ઉમેદવારોએ ઢોલી પર રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો ગોંડલમાં હવે તાલુકા પંચાયત,નગરપાલિકા બાદ હવે માર્કેટ યાર્ડ પણ વિપક્ષ વિહીન બન્યા છે.

ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપની પેનલને 5183 મત મળ્યાં હતા.જ્યારે કોંગ્રેસની પેનલને 199 મત મળ્યાં હોય કોંગ્રેસનો કરુણ રકાસ થવાં પામ્યો હતો. યાર્ડની ચુંટણીમાં એક મતદારને 10 મત આપવાનો અધિકાર હોય છે.

તેથી કુલ 616 મતદારો પૈકી 582 મતદારો એ મતદાન કર્યું હતું. જેમાં 24 મત રદ થયાં હતાં અને બે મત નોટામાં ગયાં હતાં. કોંગ્રેસનાં એક ઉમેદવારને માત્ર 14 મત મળ્યા હોય તેની ડીપોઝીટ ડુલ થવાં પામી હતી. ઉલ્લેખનીય છે

કે ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે.આજે જાહેર થયેલા પરિણામ માં ભાજપે તમામ 16 બેઠકો કબ્જે કરી સતા બરકરાર રાખી છે. જેમાં ખેડૂત પેનલ માં ચૂંટાયેલા ભાજપનાં કુરજીભાઈ ભાલાળા-542,વલ્લભભાઈ ડોબરીયા-533,

નાગજીભાઈ પાંચાણી-533,ગોપાલભાઈ શિંગાળા-533,ધર્મેન્દ્રસિંહ જાડેજા-528,કચરાભાઈ વૈષ્ણવ-526,જગદીશભાઈ સાટોડીયા-521,અલ્પેશભાઈ ઢોલરીયા-518, ધીરજલાલ સોરઠીયા -497,મનીષભાઈ ગોલ-452 મત મળ્યા હતાં.

Read About Weather here

જ્યારે કોંગ્રેસનાં જીજ્ઞેશભાઇ ઉંઘાડ-14,ચંદ્રકાંતભાઈ ખુંટ-34,નિલેશભાઈ પટોડીયા-34,નિમેષભાઈ રૈયાણી-14,હરેશભાઈ વોરા-18,રાજુભાઇ સખીયા-23,ભવાનભાઈ સાવલીયા-46,લક્ષ્મણભાઈ સાવલીયા-16 મત મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here