‘નલ સે જલ’ યોજનામાં 100 ટકા સફળ માત્ર 6 રાજ્યો

‘નલ સે જલ’ યોજનામાં 100 ટકા સફળ માત્ર 6 રાજ્યો
‘નલ સે જલ’ યોજનામાં 100 ટકા સફળ માત્ર 6 રાજ્યો

ગુજરાતનું નામ નથી, જલ જીવન મિશનની દેશમાં 43 ટકા સફળતા: 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માત્ર 25 ટકા સફળતા

દેશના એકેએક ઘરને નળ વાટે પીવાનું પાણી પહોંચાડવાની ભાજપ સરકારની ખૂબ જ મહત્વકાંક્ષી નલ સે જલ યોજના માત્ર 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 ટકા સફળ થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

જયારે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને યુ.પી. જેવા 7 રાજ્યોમાં તો નલ સે જલ મિશન થકી માત્ર 25 ટકા કામ થયું છે. ગુજરાતમાં પણ આ મિશનને હજુ 100 ટકા પરિપૂર્ણ કરી શકાયું નથી. એવું સરકારી આંકડા દર્શાવે છે.

જે રાજ્યોમાં તમામ પરિવારોને નલ સે જલ યોજનામાં આવરી લેવાયા છે તે રાજ્યોમાં ગોવા, તેલંગણા, હરિયાણા, અંદામાન અને નિકોબાર, પુંડુચેરી, દાદરા-હવેલી તેમજ દમણ-દીવનો સમાવેશ થાય છે.

દેશના ગ્રામ્ય વિસ્તારોમાં 2024 સુધીમાં તમામ ઘરો સુધી પીવાનું ચોખ્ખું અને સુરક્ષિત પાણી પહોંચાડવાની આ યોજનાની નેમ છે. ગયા સપ્તાહે જ કેન્દ્રનાં જલશક્તિ મંત્રાલય દ્વારા રાજ્યવાર સમીક્ષા કરવામાં આવી હતી.

સમીક્ષામાં જોવા મળ્યું હતું કે, રાજસ્થાન, યુ.પી., આસામ, લડાખ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં માત્ર 25 ટકા પરિવારો સુધી પાણીની પાઈપલાઈન પહોંચી શકી છે. હજુ ઘણું કામ બાકી છે.

મંત્રાલયનાં આંકડા મુજબ કુલ 19 કરોડ 22 લાખ 49 હજાર 980 ઘરો પૈકી 8 કરોડ 31 લાખ 3 હજાર 880 ઘરો સુધી નલ સે જલ યોજના પહોંચાડી શકાય છે.

ગોવા અને હિમાચલ પ્રદેશ સરકારે આ કામગીરીનું 100 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરવાનું નક્કી કર્યું છે. ગોવામાં કામગીરી પૂર્ણ થઇ છે. હિમાચલ સરકારે 2022 સુધીમાં તમામ ઘર સુધી નળ વાટે પાણી પહોંચાડવાની ખાતરી આપી છે.

Read About Weather here

દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ શાળાઓમાં નળ વાટે પાણી આપવાની વ્યવસ્થા થઇ ગઈ છે. આ દિશામાં માત્ર ઝારખંડ પાછળ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here