હે ભગવાન! રાજકોટનાં કમ્મરતોડ ખાડા કયારે બુરાશે?

હે ભગવાન! રાજકોટનાં કમ્મરતોડ ખાડા કયારે બુરાશે?
હે ભગવાન! રાજકોટનાં કમ્મરતોડ ખાડા કયારે બુરાશે?

ગુજરાતમાં પાપડની જેમ તૂટી જતા રસ્તાઓની કરમકહાણી
રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કરાતો ખર્ચો પાણીમાં કેમ?: દર કરોડોનું આંધણ છતાં રસ્તા ઠેરનાં ઠેર

ગુજરાતમાં ખરાબ રસ્તા, ખાડાઓથી ભરપુર રાજમાર્ગો, શેરીઓમાં ધુળીયા બની ગયેલા રસ્તા, કાદવ અને ગંદકીની ચાદર ઓઢીને રાહદારીઓ પર અટ્ટહાસ્ય કરતા રહેતા રસ્તા એ રાજ્યની જનતા માટે કોઈ નવા સમાચાર કે બ્રેકિંગ ન્યુઝ નથી.

Visit Saurashtra Kranti Homepage here

ખરાબ રસ્તા એ જનતાની રોજીંદી પીડા છે. જયારે બહુ દેકારો મચે, લોકોમાં ઉહાકો જાગે, મીડિયામાં તસ્વીરો અને વિડીયો પ્રગટ થવા લાગે ત્યાર પછી મરામતનાં નાટકો શરૂ થાય છે.

અત્યાર સુધીમાં કરોડો રૂપિયા માર્ગ સુધારણા અને વિસ્તરણમાં વાપરવામાં આવ્યા છે. પરંતુ એ તમામ માર્ગો વરસાદની એક જ થપાટને પગલે અસ્તવ્યસ્ત થઇ જાય છે.

પરિવહન અને બાંધકામનાં નિષ્ણાંત સુત્રો જણાવે છે કે, રાજ્યમાં દરેક વરસાદ પછી પાકા બાંધેલા રસ્તાઓ પાપડની જેમ તૂટીફૂટી જાય છે. મસમોટા ખાડાઓ પડી જાય છે.

યાંત્રિક રીતે ઉપલાકીયું મરામત કામ કરી નાખવામાં આવે છે ખાડા અને થોડા દિવસોમાં ઠેરનાં ઠેર જેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે. રસ્તા બનાવવામાં જે કાયદાકીય માપદંડો અને છે તેનું પાલન કરાતું નથી એ સ્પષ્ટ બન્યું છે.

જો નિયમ અનુસાર અને બાંધકામનાં તમામ માપદંડ મુજબ રસ્તા બનાવવામાં આવતા હોય તો એક વર્ષ કે તેથી પણ ઓછા સમયમાં કદી કોઈ રસ્તો તૂટે નહીં. પણ એવું થતું નથી.

સરકાર સાથે સંકળાયેલા જાણકાર સુત્રો કહે છે કે, બાબુશાહીમાં બેઠેલા કેટલાક તત્વો અને રોડ કોન્ટ્રાકટરોની નાપાક સાંઠગાંઠને કારણે રસ્તાનાં કામો બિલકુલ હલકી કક્ષાનાં રોમટીરીયલ સાથે કરવામાં આવે છે.

સ્થાનિક કક્ષાએ અધિકારીઓ દ્વારા ચાલુ બાંધકામ દરમ્યાન ચેકિંગ થઇ રહ્યાનાં દાવા થાય છે પણ એ દાવા પોક્ળ સાબિત થાય છે. પહેલા વરસાદમાં માર્ગો વેરવિખેર થઇ જાય છે અને ચેકિંગનાં દાવા ખોટા પુરવાર છે.

પરિસ્થિતિ એવી છે કે, સ્થાનિક કાર્યકરો અને આર.ટી.આઈ કાર્યકરો નબળા કામનાં પ્રશ્ર્નો ઉઠાવે ત્યારે જિલ્લા તંત્ર ધ્યાન આપતું નથી. લોક વિરોધને રાજકીય વિરોધ ગણીને ફગાવી દેવામાં આવે છે.

કોન્ટ્રાકટરો શક્તિશાળી રાજકીય છેડા ધરાવતા હોવાથી હંમેશા સજામાંથી બચી જાય છે.

દર વર્ષે ચોમાસામાં તો એવા દ્રશ્યો સર્જાય છે કે, ભરેલા ખાડા નજરે ચડતા હોવાથી ટુ વ્હીલર વાહનો લપસી પડે છે ઘણી વખત ગંભીર ઈજાઓ થાય છે અને રાહદારીનું મૃત્યુ થયાની ઘટના પણ ઘણીવાર બની જાય છે.

એક વિકસિત શહેરમાં 21 મી સદીમાં રસ્તા પરના પાણી ભરેલા ખાડામાં પડીને કોઈનું મરી જવું તેનાથી વધુ મોટી શરમજનક ઘટના તંત્ર માટે કોઈ હોઈ શકે નહીં.

રાજકોટ શહેરની વાત કરીએ ચાલુ ચોમાસા દરમ્યાન જ જિલ્લા કક્ષાનાં શહેરી વિસ્તારથી માંડીને તાલુકા કક્ષામાં વરસાદનાં તાંડવને પગલે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઇ ગઈ હતી.

લોકોમાં દેકારો બોલી ગયો હતો અનેક સ્થળે વાહન ચાલકો ઘાયલ થયા હતા. રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન તો બાજુ રહ્યું પણ ચાલીને નીકળવામાં પણ લોકોને પગે પાણી આવી જતા હતા.

ખરાબ રસ્તાની સમસ્યાને ખૂબ જ હળવાશથી લેવામાં આવી રહી હોય તેવું દેખાય છે. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. જનતાની સુરક્ષા, સલામતી અને સુખાકારીનો મહત્વનો મુદ્દો છે.

કોઈ વહીવટી પ્રશાસન કે કોઈ સરકાર લોક સમસ્યાનાં આ મહત્વનાં અવગણના કરી શકે નહીં. જ્યાં સુધી ભ્રષ્ટ બાબુશાહી અને કોન્ટ્રાકટરોની ધરીને કાયમી ધોરણે ખત્મ કરવામાં નહીં

Read About Weather here

આવે ત્યાં સુધી ખાડા ભરપુર ગાડામાર્ગ જેવા રસ્તા આપણી સામે અટ્ટહાસ્ય કરતા રહેશે. આવનારા દિવસોમાં જિલ્લાથી રાજ્યકક્ષા સુધી પ્રશાસન પાસે લોકો કમસેકમ રસ્તાનાં મામલે કંઇક ફળદાયી પરિવર્તનની આશા રાખી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here