DRI એ મુંબઈ પોર્ટ પર દરોડા પાડીને 125 કરોડનું હેરોઈન જપ્ત કર્યું

એમ.ડી ડ્રગ્સ ઝડપાયું
એમ.ડી ડ્રગ્સ ઝડપાયું
મુંબઈમાં ચાલતા ક્રૂઝ પાર્ટી કેસ દરમિયાન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે મુંબઈ પોર્ટ પર દરોડા પાડ્યા છે. અહીં એક કન્ટેનરમાંથી 25 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 125 કરોડ માનવામાં આવે છે.

DRIના એક અધિકારીએ જણાવ્યું છે કે, ખાનગી માહિતીના આધાર પર નવી મુંબઈના ન્હાવા શેવામાં ઈરાનથી આવેલા એક કન્ટેન્ટરને પકડવામાં આવ્યું છે અને તેની તપાસ કરતાં જ આ હેરોઈન જપ્ત કરાયું છે.

DRIના અધિકારીએ જણાવ્યું કે આ કન્ટેનર વૈભવ એન્ટરપ્રાઈઝના સંદીપ ઠક્કરે ઈમ્પોર્ટ કર્યું હતું. તેની મસ્જિદ બંદરમાં ઓફિસ છે. DRIની ટીમે તેમની પૂછપરછ પણ કરી છે. ઠક્કરે DRIને જણાવ્યું છે

DRIની મુંબઈ યુનિટે દરોડા પછી નવી મુંબઈમાં 62 વર્ષના વેપારી જયેશ સાંઘવીની ધરપકડ કરી છે. સાંઘવી પર આરોપ છે કે, તે ઈરાનથી મગફળીના તેલના એક જથ્થામાં આ હેરોઈન છુપાવીને મુંબઈ લાવ્યો હતો.

કે, સાંઘવીએ તેને તેની ફર્મના IEC પર ઈરાનથી સામાન ઈમ્પોર્ટ કરવા માટે એક જથ્થા દિઠ રૂ. 10,000ની ઓફર પણ આપી હતી. તે 15 વર્ષથી સાંઘવી સાથે વેપાર કરી રહ્યા છે, તેથી તેમને સાંઘવી ઉપર વિશ્વાસ હતો.

DRIએ સાંઘવીની ધરપકડ કરીને તેના વિરુદ્ધ નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક્સ સબ્સટેન્સ એક્ટ (NDPS) અંતર્ગત કેસ નોંધી લીધો છે. ગુરુવારે તેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કોર્ટે તેને 11 ઓક્ટોબર સુધી DRIની અટકાયતમાં મોકલી દીધો છે. સાંઘવીની ધરપકડ પછી હવે DRIની ટીમ આજે સવારે મુંબઈ પોર્ટ પર અન્ય અમુક કન્ટેનર્સની પણ તપાસ કરશે.

DRIએ કોર્ટમાં દાવો કર્યો છે કે, સાંઘવી એક સિન્ડિકેટનો હિસ્સો છે અને તે સિન્ડિકેટના દરેક લોકોની માહિતી જાણવા માટે સાંઘવીની પૂછપરછ કરવી જરૂરી છે. DRIને શંકા છે

Read About Weather here

કે પહેલાં પણ આ રીતે ઘણી દાણચોરી કરવામાં આવી છે. આ પહેલાં જુલાઈમાં DRIએ મુંબઈ પોર્ટથી 293 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું અને સંધુ એક્સપોર્ટ પંજાબના માલિક પ્રભજીત સિંહની ધરપકડ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here