જાહેર જીવનમાં મોદીના બે દાયકા પરિપુર્ણ, ભાજપ દ્વારા ઉજવણી

જાહેર જીવનમાં મોદીના બે દાયકા પરિપુર્ણ, ભાજપ દ્વારા ઉજવણી
જાહેર જીવનમાં મોદીના બે દાયકા પરિપુર્ણ, ભાજપ દ્વારા ઉજવણી

સંઘના પ્રચારકમાંથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદ સુધીની વિલક્ષણ સફર: સેવા અને સમર્પણના સુત્ર સાથે પક્ષ દ્વારા દેશભરમાં કાર્યક્રમોની વણઝાર
મોદીના જીવનને વળાંક આપતી યાદગાર તસ્વીર. ગત 6 ઓકટોબર 2001ના રોજ ગાંધીનગરમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા પદે ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારની અવિસ્મરણીય તસ્વીર.

સંઘના એક સામાન્ય પ્રચારક તરીકે સફર શરૂ કરીને પોતાની આવડત, લોકોને વશીભુત કરવાની અદ્ભુત રાજકીય કલા અને વહીવટી કૌશલ્યના સહારે સામાન્ય કાર્યકરમાંથી

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતના મુખ્યમંત્રી પદ અને બાદમાં દેશનાં વડાપ્રધાનનાં સન્માન ભર્યા સર્વોચ્ચ હોદ્ા સુધી પહોંચી ગયેલા નરેન્દ્ર મોદીની રાજકીય કારર્કીદીને આજે 2 દાયકા પરિપુર્ણ થઇ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 20 વર્ષ પરિપુર્ણ થતા ભાજપ દ્વારા દેશભરમાં ઠેરઠેર ઉજવણીના કાર્યક્રમોની વણઝાર સર્જવામાં આવી રહી છે.

સેવા અને સમર્પણના સુત્ર સાથે મોદીજીના જાહેર જીવનની ઉજવણી માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. પ્રજામાં અપાર અને પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી પદથી શરૂ કરીને વડાપ્રધાન પદ સુધીની વિલક્ષણ રાજકીય સફર ખેડી છે

જે એક અનોખો ઇતિહાસ છે. ભારતના સર્વ માન્ય નેતા તરીકે ઉભરી આવ્યા પછી મોદી વિશ્ર્વના ટોચના સન્માનીય નેતાની હરોળમાં પણ બિરાજી ગયા છે

અને વિશ્ર્વ સ્તરે પણ અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. એ વિશે એમના રાજકીય ટીકાકારો પણ સંમત થાય છે.વડાપ્રધાન પદના બિજા તબક્કાની શરૂઆત કરી ચુકેલા મોદીના કેટલાક નિર્ણય વિવાદા સ્પદ રહયા છે.

વિરોધ પક્ષો અને ખાસ કરીને ખેડૂતો એ મુદ્ાઓ ચગાવવાની અને રાજકીય લાભ ખાટવાની હરદમ કોશીશ કરી રહયા છે. પરંતુ મોદીની લોખંડી નિર્ણય શકિત,

પોતાના નિર્ણયોમાં અતુટ વિશ્ર્વાસ અને રાજકીય અડગતાને કારણે ભાજપ વિપક્ષી આક્રમણનો સફળતાથી સામાનો કરી શકયો છે.

ગઇ તા.6 ઓકટોબર 2001નો દિવસ નરેન્દ્ર મોદીના જીવનનો યાદગાર દિવસ હંમેશ માટે બની રહેશે. એ દિવસે ગાંધીનગર ખાતે એસટીસી હોલમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં મોદીને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

બીજા દિવસે તા.7 ઓકટોબર 2001નાં રોજ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર ધુરા સંભાળી હતી અને શપથ ગ્રહણ કર્યા હતા. ભાજપનાં ટોચના રાષ્ટ્રીય અને પ્રદેશીક નેતાઓએ વડાપ્રધાનને અભિનંદન આપ્યા છે

અને ભવિષ્યમાં પણ દેશને પ્રેરક નેતાગીરી આપવાની ચાલુ રાખશે. એવી એમને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લગભગ 3 ટર્મ સુધી હોદ્ા પર રહયા હતા અને ગુજરાતના વિકાસ માટે સંખ્યાબંધ અભુતપૂર્વ યોજનાઓ અમલમાં મુકી હતી.

જેના થકી આજે પણ ભાજપ રાજકીય અને ચૂંટણી મેદાનમાં એક પછી એક સફળતા હાસલ કરતો રહયો છે. વડાપ્રધાન બન્યા બાદ એમણે ઔદ્યોગીક અને આરોગ્ય ક્ષેત્રે તથા કિસાનો અને નબળા વર્ગની સહાય માટે અનેક ક્રાંતીકારી યોજનાઓ અમલમાં મુકી છે

જેમાં પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, ક્ધયા કેરવણી, ચિંરજીવી યોજના, ઇ મમતા , માં અમૃતમ કાર્ડ, મીશન મંગલમ જેવી યોજનાઓ વિશ્ર્વ માટે નમુના રૂપ બની છે.

સ્વચ્છતાના ખુબ જ આગ્રણી મોદીએ સ્વચ્છતા મીશન, પોસક આહાર, જલ સે નલ સુધીની યોજના, શુધ્ધ પાણી, ગરીબ પરીવારો માટે ઉજવલા યોજના,

Read About Weather here

મહિલા શાહસીકો માટે સ્ટાર્ટ ઓફ ઇન્ડિયા, શસંકત દળોમાં મહિલા જવાનોની ભરતી જેવા પગલા લઇને જે પ્રોજેકટ અમલામાં મુકયા છે એ ભારતની જનતા માટે હંમેશ માટે સહાય રૂપ અને પ્રેરણા રૂપ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here