પ્રજાને હવે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપો: રાજકોટ ચેમ્બરનો અનુરોધ

પ્રજાને હવે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપો: રાજકોટ ચેમ્બરનો અનુરોધ
પ્રજાને હવે માસ્ક પહેરવામાંથી મુક્તિ આપો: રાજકોટ ચેમ્બરનો અનુરોધ

કેન્દ્ર અને રાજયની ઉમદા કામગીરીથી કોરોના મહામારીમાંથી આપણે પસાર થઇ ગયા: આખો દિવસ માસ્ક પહેરવાથી લોકોને તાજી હવા મળતી નથી, નુકસાન થાય છે, રાહત આપો: દંડની જોગવાઇ રદ કરવા પણ માંગણી

કોરોના મહામારીના કપરા કાળમાંથી દેશની સાથે સાથે ગુજરાત પણ પસાર થઇ ગયું છે એટલે રાજયની પ્રજાને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડટ્રીઝ દ્વારા રાજય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ચેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રનાં અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ લેખીત રજૂઆત કરી માસ્કના નિયમમાંથી મુકતી આપવા વિનંતી કરી છે.

ચેમ્બર કોમર્સની યાદીમાં જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજય સરકારની ઉમદા કામગીરીથી વિશ્ર્વ વ્યાપી કોરોના મહામારીમાંથી આપણે સૌપ્રસાર થઇ ચુકયા છીએ.

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન સરકાર દ્વારા લેવાયેલા ત્વરીત નિર્ણયો થકી દેશભરમાં કોરોના મહંદ અંશે કાબુમાં આવી ગયો છે. એ સરાહનીય કામગીરી છે જેની વિશ્ર્વ આખાએ નોંધ લીધી છે.

ચેમ્બરે રજૂઆત કરી છે કે, એઇમ્સના દિલ્હીના નિયામક ડો. રણદિપ ગુલેરીયાએ ખુદ જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતા ખુબ જ ઓછી છે.

સરકારના અર્થાગ પ્રયત્નોથી ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં મોટા ભાગના નાગરિકોને રસી અપાઇ ગઇ છે. છેલ્લા દોઢ બે વર્ષથી લોકો માસ્ક પહેરી રહયા છે.

પણ હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસો નહીવત હોવાથી આખો દિવસ માસ્ક પહેરવાથી ફાયદાના બદલે નુકસાન થઇ શકે છે. માસ્કને કારણે શ્ર્વાસમાં તાજી હવા મેળવવવામાં પણ મુશ્કેલી થાય છે જેના કારણે અન્ય બિમારીઓ થવાનો ભય રહે છે.

આથી રાજયના તમામ લોકોને માસ્ક પહેરવામાંથી મુકતી આપવી જોઇએ. અને માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઇને પણ સંપુર્ણ પણે નાબુદ કરવી જોઇએ.

ચેમ્બરે અનુરોધ કર્યો છે કે, સરકારને યોગ્ય લાગે તો રેલ્વે અને બસ સ્ટેશનો, એરપોર્ટ, તેમજ જાહેરમેળાવડાઓમાં માસ્કનો નિયમ ફરજીયાત રાખી શકાય બાકી તમામમાંથી માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવી જોઇએ.

Read About Weather here

આ અંગે ચેમ્બરે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજયના આરોગ્ય મંત્રી ઋષીકેસ પટેલને લેખીત રજૂઆત કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here