કોંગ્રેસનાં મિત્રોનું ‘ખાડા બુરવા’નું નાટક, માત્ર ફોટો સેશન: મેયર

કોંગ્રેસનાં મિત્રોનું ‘ખાડા બુરવા’નું નાટક, માત્ર ફોટો સેશન: મેયર
કોંગ્રેસનાં મિત્રોનું ‘ખાડા બુરવા’નું નાટક, માત્ર ફોટો સેશન: મેયર

ભાજપના તમામ કોર્પોરેટરો લોકોની મદદ માટે હાજર
ચોમાસાની વિદાય પછી રૂ.5 કરોડનાં ખર્ચે પુનિતનગરથી વગળ ચોકડી સુધી પેવર કામ કરવામાં આવશે: ડો.ડવ, મગન સોરઠીયા, અસ્મિતાબેન, મિતલબેન

મહાનગરપાલિકાના વોર્ડ નં.12ના કોર્પોરેટર અને મેયર ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, અને મિતલબેન લાઠીયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે, ઓગસ્ટ માસમાં 48 કલાકમાં આશરે 25 ઈંચ જેટલો વરસાદ પડેલ ત્યારબાદ આજ સુધી દરરોજ સતત વરસાદ આવી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તાને નુકસાન થયેલ છે.

જે રસ્તાને નુકસાન થયેલ છે તે રસ્તાની મરામતની કામગીરી તંત્ર દ્વારા થઈ રહી છે. પરંતુ ફરીને વરસાદના તેમજ ભારે વાહનોની અવરજવરના કારણે મેટલ-મોરમનું ધોવાણ થતું હોય છે, તંત્ર દ્વારા કામગીરી થઇ રહી છે,તે સૌ શહેરીજનો પણ જાણે છે.

કોંગ્રેસના મિત્રો દ્વારા આજે પુનિતનગર વિસ્તારમાં ખાડા બુરવાનું નાટક સાથે ફોટો સેશન કરી રહેલ છે. પરંતુ કોંગ્રેસના મિત્રોને જણાવવાનું કે વોર્ડના કોઈપણ વિસ્તારની ચિંતા અમો કરી રહ્યા છીએ.

અમો ચુંટાયા બાદ પુનિતનગર વિસ્તારના રસ્તા બનાવવા માટે મંજુર કરેલ છે. હાલ આ વિસ્તારમાં ડ્રનેજ તેમજ સ્ટ્રોમ વોટરની કામગીરી થોડા સમય પહેલા જ પૂર્ણ થયેલ છે.

હવે ચોમાસાની ઋતુ પુરી થયે ત્યારબાદ રૂ.5 કરોડના ખર્ચે પુનિતનગરથી વગળ ચોકડી સુધી પેવર કામ કરવામાં આવનાર છે.તે વિસ્તારના રહેવાસીઓ પણ જાણે છે.

ઓગસ્ટ માસમાં 48 કલાકમાં શહેરોમાં ભારે વરસાદ પડતા ભાજપનાં તમામ કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં સતત હાજર રહી જ્યાં જ્યાં પાણી ભરવાની કે ઝાડ પડવાની કે અન્ય મુશ્કેલી ઉભી થયેલ

તેના નિરાકરણ માટે કાર્ય કરાવેલ. આ ઉપરાંત આજી નદી કાંઠાના વિસ્તારમાં આવેલ લલુળી વોંકળીના લોકોને સ્કુલોમાં સ્થળાંતર તેમજ સામાજિક સંસ્થાના માધ્યમથી ભોજનની વ્યવસ્થા કરાયેલ.

વિશેષમાં, વરસાદ વિરામ લેતા તંત્ર પાસે ખાડાઓ મરામત કરાવવા પણ કોર્પોરેટર સતત જાગૃતિ દાખવેલ છે.

ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની જાગૃતતા તથા તંત્રની કામગીરીથી કોંગ્રેસના મિત્રોને બે દિવસ પહેલા કરણપરા વિસ્તારમાં ખાડા બુરવાની કામગીરીમાં જે ફોટા બનવેલ છે

તે જ બતાવે છે કે, કોઈ ગંભીર ખાડા ન હતા છતાં ફક્ત ફોટો સેશન માટે જ ખાડા બુરેલ છે, તે સ્પષ્ટ દેખાય આવે છે.

ગઈરાત્રીના જોરદાર વરસાદના કારણે ભાજપનાં કાર્યકરો તથા કોર્પોરેટર આજી નદીના કાંઠા વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલી નથી તે માટે ઉપસ્થિત રહેલ.

Read About Weather here

ચોમાસાની ઋતુ પુરી થાય ત્યારબાદ શહેરના તમામ રસ્તાઓ પર પેચ વર્કની તેમજ ડામર-પેવર વિગેરેની કામગીરી હાથ ધરાશે, તેમ અંતમાં કોર્પોરેટરએ જણાવેલ.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here