રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે, રાહત-બચાવ ટુકડીઓ સાવધ અને સ્ટેન્ડ ટુ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે, રાહત-બચાવ ટુકડીઓ સાવધ અને સ્ટેન્ડ ટુ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે, રાહત-બચાવ ટુકડીઓ સાવધ અને સ્ટેન્ડ ટુ

‘ગુલાબ’ વાવાઝોડાની અસર રૂપે મેઘ તાંડવ સર્જાવવાની આગાહીને પગલે…
અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા કલેકટરનો આદેશ+

ગુલાબ વાવાઝોડાની અસર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સ્કર્યુલેશનને પગલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવનારા પાંચ દિવસ ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે

Visit Saurashtra Kranti Homepage here

જનાં પગલે રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્રને સાવધ કરવામાં આવ્યું છે. કોઇ અધિકારી કે કર્મચારીને હેડ કવાર્ટર નહીં છોડવા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આદેશ આપ્યો છે.

રાજકોટમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ સજ્જ રાખવામાં આવી છે. કલેકટર તંત્ર એકદમ સતર્ક બન્યું છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક સ્થળે આજે સવારથી વરસાદ શરૂ થયો છે. ભારે ઝાપટા વર્ષી રહયા છે. જિલ્લાના જળાશયો અને ડેમોનાં નિચાણવાળા વિસ્તારોમાં અવર-જવર નહીં કરવા લોકોને તાકિદ કરવામાં આવી છે.

મેઘ તાંડવને પગલે ભારે પાણીની આવક થવાથી મોટા ભાગના જળાશયો ઓવરફલો થઇ ગયા છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે, ગુલાબ વાવાઝોડુ શાહીન વાવાઝોડુ બનીને ગુજરાતના કાંઠા પર આવી શકે છે. જો એવું થાય તો શાહીનની અસરથી રાજયમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

જાન માલનને કોઇ નુકસાન ન થાય એ માટે વહીવટી તંત્ર અત્યારથી સાવચેતીના પગલા લઇ રહયું છે. દરેક તાલુકામાં કંન્ટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટર તંત્ર દ્વારા 24 કલાક કંન્ટ્રોલ રૂમમાંથી માર્ગદર્શન આપવામાં આવશે. કોઇ આકસ્મીત સંજોગો ઉભા થાય તો પહોંચી વળવા માટે કલેકરતંત્ર દ્વારા જરૂરી સાધન સામગ્રી પણ તૈયાર કરી લેવામાં આવી છે.

સૌરાષ્ટ્રના દરીયા કાંઠા પર અને ગુજરાતના કાંઠે હવે શાહીન વાવાઝોડાનો ભય ઉભો થયો હોવાથી તમામ જિલ્લાઓને સર્તક રહેવા રાજય સરકારે આદેશ આપ્યો છે.

રાજકોટમાં ડિઝાસ્ટર ટીમને પણ સાવઘ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના દરીયા કાંઠા વિસ્તારમાં જરૂર પડીએ રાજકોટથી તમામ મદદ મોકલવામાં આવશે.

Read About Weather here

ફાયર વિભાગને પણ સર્તક રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આગાહીના દિવસોમાં લોકોને બહુ જરૂરીયાત વિના ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here