રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં ડોકટરો વચ્ચે માથાકૂટ

રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં ડોકટરો વચ્ચે માથાકૂટ
રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં ડોકટરો વચ્ચે માથાકૂટ

ઘટના બાદ વોર્ડ નં.1ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને મનહરભાઈ બાબરીયા સહિતના હોસ્પિટલ ખાતે દોડી ગયા
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી

રાજકોટ સિવીલ હોસ્પિટલ અલગ અલગ મુદ્ાઓને લઇને ચર્ચામાં આવતી હોય છે. ત્યારે આજે સિવિલમાં ડોક્ટરો વચ્ચે અંદરો અંદર માથાકૂટ થતા મારકુટ પર આવી ગયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની વિગત જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે.ટી.ચિલ્ડ્રન વોર્ડમાં બાળકને રીફર કરવાની જવાબદારી મુદ્દે રેસિડેન્ટ મહિલા તબીબ સાથે શાબ્દિક બોલાચાલી કરી સિનિયર તબીબે હાથ ઉપાડવાનો પ્રયત્ન કરતા વોર્ડ નંબરના 1 કોર્પોરેટર ભાનુંબેન બાબરીયા,

મનહરભાઈ બાબરીયાએ દોડી જઇ સમજાવટ કરી હતી. પ્ર.નગર પોલીસ – સિક્યુટિ ગાર્ડની ટિમ દોડી ગઈ હતી. અંતે મામલો શાંત પાડવા માટે મેડિકલ ડીને પ્રયાસો હાથ ધર્યા હતા.

કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોની સારવાર અને ઇમરજન્સી વોર્ડમાં દર્દીને રીફર કરવા મુદ્દે અવારનવાર રેસિડેન્ટ તબીબો વચ્ચે બોલાચાલી થતી હોય છે. અગાઉ પણ હેડ ઓફ ડિપાર્ટમેન્ટના પંકજ બુચને

લેખિત રજૂઆત બાદ કોઈ પગલાં લેવામાં નહિ આવતા સિનિયર ડોકટર – રેસિડેન્ટ ડોકટર વડે શાબ્દિક બોલાચાલી બાદ છુટા હાથની મારમારી થઈ હતી. છેલ્લા 10 દિવસથી દાખલ પ્રિન્સ નામના દર્દીને સારું થઈ જતા ડોકટર ધવલ બારોટના વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

જેથી ડો. ધવલ બારોટે સારવારની જગ્યાએ દર્દીને રજા આપી ઘરે મોકલી દેતા બીજા વોર્ડના મહિલા તબીબ કાજલ અઘેરાએ વાંધો ઉપાડી સિનિયર ડોકટર મયુર અઘેરાને જાણ કરી હતી.જેથી સિનિયર તબીબ મયુર અઘેરાએ તેની હેઠળના ડોકટર ધવલ બારોટને ઠપકો આપ્યો હતો.

જે બાબતનો ખાર રાખી ઉશ્કેરાયેલા ધવલ બારોટે મહિલા તબીબ કાજલ અઘેરા સાથે તોછડું વર્તન કરી ફડાકો ઝીકી દેવાનો પ્રયત્ન કર્યો હતો. બનાવ અંગે કાજલ અઘેરાએ તેના મામા મનોહરભાઈ બાબરીયા,

મામી ભાનુંબેન બાબરીયાને ફોન મારફતે જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.જ્યાં રેસિડેન્ટ ડોકટર ધવલ બારોટને સમજાવવા જતા તે લાજવાના બદલે ગાજયો હતો અને છુટાહાથની મારમારી શરૂ કરી હતી.

Read About Weather here

બનાવના પગલે પ્ર.નગર પોલીસ સ્ટેશનના પી.આઈ એલ એલ.ચાવડા, એ.એસ.આઇ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here