વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર ચુકવવા માંગ

વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર ચુકવવા માંગ
વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કરી વળતર ચુકવવા માંગ


કેશોદ તાલુકામાં વરસાદના કારણે ખેડુતોના ખેતરો તથા ખેત પેદાશોમાં ભારે નુકસાની થવા પામી છે.

ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીની પરિસ્થિતિનો તાગ મેળવી જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઈ ખટારીયા આગેવાનો સાથે કેશોદ તાલુકામાં પ્રવાસ કરી ખેડુતોને થયેલ ખેતરો તથા ખેત પેદાશોમાં થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જીલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા તથા જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઈ ખટારીયાએ જૂનાગઢ કલેકટર રચિત રાજ સાથે સમિક્ષા બેઠક યોજી જે જે ખેડૂતોને વરસાદના કારણે નુકસાની વેઠવી પડીછે તેમને ત્વરિત સર્વ કરાવી યોગ્ય વળતર ચુકવાય તે માટે રજૂઆત કરી હતી.

Read About Weather here

કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારમાં જાણ કરી વહેલામાં વહેલી તકે જે ખેડૂતોને નુકસાન થયુંછે તેનું વળતર ચુકવવામાં આવે એવા સરકારમાં પ્રયાસ કરીશું તેવી કલેકટર રચિત રાજ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here