આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. 1999માં વાજપેયીની જીત પર 5 હજાર અને મોદીના વિજય પર 25 હજાર પહોંચ્યો હતો સેન્સેક્સ

     શેરબજાર શુક્રવાર 60 હજારી થઈ ગયું. માત્ર 31 ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ 55,000થી 60,000 પર પહોંચી ગયો છે. સૌથી પહેલા 21 જાન્યુઆરીએ સેન્સેક્સે પહેલીવાર 50 હજારના આંકડે પહોંચ્યો હતો, પરંતુ દિવસના અંતે 50 હજારની નીચે બંધ આવ્યો હતો.

ત્યારબાદ તેમાં ઘટાડો થતો રહ્યો. 1 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી ત્યારથી બજાર વધવાના શરૂ થાય અને સતત વધતાં રહ્યા છે.

2. બ્રિટનમાં ખાણીપીણીના સામાન, ગેસ, પેટ્રોલની ભારે અછત સર્જાઈ

   બ્રિટનમાં બ્રેક્ઝિટ અને કોરોના મહામારી બાદ રાષ્ટ્રીય સ્તરે ટ્રક ડ્રાઇવર્સની ભારે અછત સર્જાઇ છે, જેના કારણે દેશમાં ખાદ્ય સંકટ ઘેરાયું છે.

સુપરમાર્કેટ્સની રેક્સ ખાલી થવા માંડી છે. પેટ્રોલપંપ અને ગેસ સ્ટેશન બંધ થવા લાગ્યાં છે. સ્થિતિ એ છે કે લોકો પેટ્રોલ સહિતની જરૂરી ચીજોનું પેનિક બાઇંગ (ગભરાટમાં ખરીદી) કરવા લાગ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

3. 3 કિશોરે સ્કૂલ મોજમસ્તીમાં વેબસાઇટ બનાવી, જે હિટ થઇ; હવે વેક્સિન અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે

     ઓસ્ટ્રેલિયા: લોકપ્રિય કોવિડબેઝ વેબસાઇટના સંચાલકો પહેલીવાર સામે આવ્યા. ઓસ્ટ્રેલિયાની કોરોના સંબંધી સૌથી લોકપ્રિય અને પ્રમાણિત વેબસાઇટ કોવિડબેઝ એયુના સંચાલક 3 કિશોર છે. 14-15 વર્ષના જેક, વેસલી અને ડાર્સીએ પોતે આ ખુલાસો કર્યો. અત્યાર સુધી લોકો આ વેબસાઇટના સંચાલકો વિશે નહોતા જાણતા.

4. દીપિકા પદુકોણ બહેતિ2ન એકટ્રેસ હોવાની સાથે સાથે સ્પોર્ટસમાં પણ કમ નથી.

બેડ મિન્ટન તેની પસંદગીની ગેમ છે. હાલમાં તેનો મશહુલ બેડ મિન્ટન પ્લેય2 પી. વી. સિંધુ સાથે બેડ મિન્ટન 2મતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈ2લ થયો છે, જેને જોઈને ફેન્સ અંદાજ લગાવી 2હ્યા છે કે શું તે પી.વી. સિંધુની બાયોપિક નથી ક2વાનીને ? ખુદ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પ2 આ ફોટો અને વીડિયો શે2 ર્ક્યા છે.

5. રાષ્ટ્રને પ્રેરણા આપવા માટે રેડીયો બ્રાન્ડ ફીવર એફએમ દ્વારા બાઉન્સ બેક ભારત ફેસ્ટ તા.24 થી 26 સપ્ટેમ્બર દરમ્યાન સાંજે 5 થી 10 વાગ્યા સુઈ પ્રસ્તુત થશે. આ મેગા વર્ચ્યુઅલ સેલીબ્રેશન સ્ટ્રીમીંગ (પ્રસારણ) એક સકારાત્મક અને આશાવાદ જન્માવશે.

આ ફેસ્ટીવલમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરા એકટર્સ અક્ષયકુમાર, મનોજ બાજપેયી, પંકજ ત્રીપાઠી, સંગીતકાર કૈલાસ ખેર, અરમાન મલીક, આ ફેસ્ટમાં ભાગ લેશે.

6. નલિવ ધ ગેમ, લવ ધ ગેમથ; ગાયક અમિત ત્રિવેદીએ તૈયાર કરેલું ટી-20 વર્લ્ડકપનું એન્થમ સોંગ રિલિઝ

    કોહલી, મેક્સવેલ, પોલાર્ડ સહિતના ખેલાડીઓ ગીતમાં દેખાયા

7. ક્રિકેટમાં મોટો ફેરફાર: નબેટસમેનથ શબ્દ હંમેશ માટે હટાવાયો: હવે નબેટરથ શબ્દનો કરાશે ઉપયોગ

     મહિલા અને પુરુષ ક્રિકેટરો માટે એક જ શબ્દનો ઉપયોગ થાય તે માટે લેવાયો નિર્ણય

8. મમીઓના દેશ તરીકે જાણીતા ઇજીપ્તમાં એક પ્રાચીન મકબરાને ખોલવામાં આવ્યો છે. આ મકબરામાં ઘણા સમયથી કામ ચાલતું હતું જે પૂર્ણ થવાના આરે છે. આ મકબરો 4500 વર્ષ પહેલા થઇ ગયેલા ફેરોહ હોજરનો છે.

 એવું માનવામાં આવે છે કે ફેરોહને મૂળ આ સ્થળે નહી પરંતુ પાસે આવેલા સ્ટેપ પિરામિડમાં દફનાવવામાં આવ્યો હતા જે દુનિયાનો સૌથી પ્રાચીન પિરામીડ માનવામાં આવે છે. આ મકબરો ગલી ખુંચીઓથી ભરેલો છે.

  તેના પર વિવિધ પ્રકારનું ચિત્ર લખાણ જોવા મળે છે જે ઇજીપ્તના ત્રીજા સામ્રાજયના સમયનું છે. મકબરો અને સ્ટેપ પિરામીડ બંને સ્ટ્રકચર કાહિરાની પાસે આવેલી સક્કારા સાઇટનો જ એક ભાગ ગણાય છે.

9. શેરિયાજનો યુવક 7 વર્ષે આધારકાર્ડ પરથી મળ્યો, સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ફાઇનલ યરમાં ભણતો હતો ત્યારે ATKTઆવતાં નાસી ગયો હતો

    કલ્યાણમાં નિ:સંતાન દંપત્તિએ પુત્રની જેમ સાચવ્યો. એમબીબીએસમાં એટીકેટી આવતાં માંગરોળનો યુવાન હતાશ થઇ મુંબઇ જતો રહ્યો હતો

Read About Weather here

10. અંબાજીના ભંડારામાં ચઢાવવામાં આવેલી 113 કિલો એટલે 90% ચાંદી નકલી નીકળી

    યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરી કરતા છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચઢાવવામાં આવેલા પૂજાપાની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે.

    જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર તરીકે ગણી તેની હરાજી દ્વારા નિકાલ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here