રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાડા પડવાની શરૂઆત…

રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાડા પડવાની શરૂઆત…
રાજકોટ જિલ્લા પંચાયતમાં ખાડા પડવાની શરૂઆત…

ત્રણ વર્ષની ગેરંટી અને ત્રણ મહિનામાં રસ્તો તૂટી ગયો હજુ રીપેર પણ કરાયો નથી!

રાજકોટ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં રૂપિયા 42 લાખના ખર્ચે જે રસ્તો સિમેન્ટનો બનાવવામાં આવેલ છે તેની ગેરંટી ત્રણ વર્ષની છે પરંતુ આ કામ પૂરું થયાને થોડા સમયમાં જ રસ્તો તૂટી ગયો હતો અહીંથી મોટા વાહનો પણ ચાલ્યા નથી

Visit Saurashtra Kranti Homepage here

સિમેન્ટના રસ્તાઓ તો રજવાડા વખતના બનેલા પણ તૂટ્યા નથી ત્યારે આ રસ્તો ત્રણ મહિનામાં કેમ તૂટી ગયો હશે તેની તપાસ કરી જરૂર પડ્યે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે લેબોરેટરીના રિપોર્ટ ખોટા હશે તો તેની સામે પણ પગલા

લેવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરવાની સાથોસાથ એસીબીનો દરોડો પણ પડાવવા માટે લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તેમ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું.

ભુપતભાઈ બોદરે વધુમાં જણાવ્યું હતું કે સૌથી પહેલી જવાબદારી કોન્ટ્રાક્ટ સંભાળનાર એજન્સીની બની જાય છે અને બીજી જવાબદારી સુપરવાઇઝરની થાય છે રસ્તાનું કામ રાત્રે જ થયું છે

ત્યારે રાત્રે ચેકિંગ માટે સુપરવાઇઝર આવ્યા હતા કે કેમ તેની પણ તપાસ થશે આ કામમાં ઓછા ગ્રેડ વાળી મીની સિમેન્ટનો ઉપયોગ થયું હોય તેમ જણાઈ રહ્યું છે.
કોંગ્રેસના પાછલા શાસનમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારના પોપડા ઉખેડયા છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે પંચાયતના બિલ્ડિંગમાં જ લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટના રસ્તા બનાવવાનું નબળા કામનું કૌભાંડ પકડી પાડી સપાટો બોલાવ્યો હતો.

અને આ ભ્રષ્ટાચાર માટે જે કોઈ જવાબદાર અધિકારી કે કોંગ્રેસ શાસનના પદાધિકારી હશે તેની સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી. પણ તેની સામે અત્યાર સુધીમાં શુ પગલા લેવામાં આવ્યા છે

તેની કોઇને કંઇ ખબર નથી અને રસ્તામાં દિવસે ને દિવસે વધુ ખાડાઓ પડતા જાય છે. હવે શું તંત્ર મૌન રહેશે કે ભષ્ટ્રાચારીઓ ઉપર પગલા લેવામાં આવશે તે પણ એક ચર્ચાઇ રહ્યું છે.

Read About Weather here

પંચાયતના બિલ્ડિંગમાં આરસીસીના રસ્તા બનાવવાનું કામ થયું ઓગસ્ટ-2020થી ડિસેમ્બર 2020 સુધી રસ્તાનું કામ રાત્રે રાત્રે કરવામાં આવ્યું હતું અને ભાજપ્નું શાસન આવ્યા બાદ આ કામનું ચેકિંગ કરતા રસ્તાના કામની ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here