મેયરના વોર્ડમાં ન્યુસન્સ પોઈન્ટનો રાફડો ફાટયો!

મેયરના વોર્ડમાં ન્યુસન્સ પોઈન્ટનો રાફડો ફાટયો!
મેયરના વોર્ડમાં ન્યુસન્સ પોઈન્ટનો રાફડો ફાટયો!

રાજકોટમાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું

મહાનગરપાલિકાના શાસકો અધિકારીઓ અને પદાધિકારીઓ રાજકોટ શહેરને ગ્રીન સીટી, ક્લીન સીટી અને હિન્દુસ્તાનના નકશામાં રાજકોટને બેનમૂન શહેર બનાવવાની અને રાજકોટને શિકાગો બનાવવાની વારંવાર ગુલબાંગો ફેકી ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે. તેમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા અભિયાન દ્વારા મહાનગરપાલિકામાં કાર્ય ચાલી રહેલ છે.

જે અંતર્ગત રોજબરોજ વન-ડે ટુ વોર્ડ માં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે પરંતુ મેયરનો વોર્ડ નંબર 12 જાણે કે મહાનગરપાલિકાની હદની બહાર આવતો હોય એ પ્રકારે વોર્ડ નંબર 12 મા કચરાના ગંજ ખડકાયા છે.

આ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનની વાતોનું સુરસુરિયું થઇ ગયું છે. લોકસંસદ વિચાર મંચ દ્વારા જણાવાયું છે.

લોક સંસદ વિચાર મંચના હિતાક્ષીબેન વાડોદરિયા (પ્રિયદર્શની નારી શક્તિ) દ્વારા વખતો-વખત કોલ સેન્ટરમાં મેયરના વોર્ડમાં અંકુર રોડ પર એક કિલોમીટર ત્રણ ત્રણ સ્થળોએ કચરાના ડુંગર જેવા ઢગલા અને કચરાના ગંજ ખડકાયા છે.

જે અંગે મેયરને પણ વોટ્સએપથી ફરિયાદ કરી છે. પરંતુ અગાઉની કોલ સેન્ટર ફરિયાદો પ્રત્યે તંત્ર દ્વારા આંખ મિચામણા કરાયા છે.! ત્યારે ફરીથી આજે નવા ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર પણ ફરિયાદ કરી નીંભર તંત્રનું વધુ એક વખત ધ્યાન દોરવામાં આવેલ છે.

અગાઉની ફરિયાદો હલ નહીં કરાતા આજે મ્યુનિસિપલ કમિશનરને કચરાના ગંજ ના ફોટાઓ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં મેયરે તમામ વોર્ડમાં ન્યુસન્સ પોઇન્ટ નાબૂદ કરવાની વાતો કરી હતી પરંતુ મેયરના વોર્ડમાં જ ન્યુસન્સ પોઇન્ટનો રાફડો ફાટયો છે.

મેયરના વોર્ડમાં જ ન્યુસન્સ પોઇન્ટ નાબૂદ થયા નથી.વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14 ની મહાનગરપાલિકાની પ્રેસ યાદીમાં 30 ટન કચરો ઉપાડવામાં આવ્યો છે તેઓ ખુદ કોર્પોરેટરોની યાદીમાં જણાવાયુ છે

ત્યારે સવાલ એ છે કે સ્માર્ટ સિટીમાં આટલો બધો 30 ટન જેટલો અધધધ કચરો ઠાલવી કોણ જાય છે.!વોર્ડના દુકાનદારો અને રહેવાસીઓના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરના વોર્ડ નંબર 12 માં મહાનગરપાલિકાનું ટ્રેક્ટર્સ કચરા ભરવા આવે છે.

પરંતુ આ કચરા જાણે કે મહાનગરપાલિકાની હદમાં ન આવતા હોય તે પ્રકારે કચરા ઉપાડયા વગર ટ્રેક્ટરો જતા રહે છે. મેયરના વોર્ડમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે જે પગલે મ્યુનિસિપલ કમિશનરને તાકીદે યોગ્ય પગલાં ભરવા આવેદનપત્ર અપાયું છે.

મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતમાં લોકસંસદ વિચાર મંચના હિતાક્ષીબેન વાડોદરિયા, ગજેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ તલાટીયા (મહામંત્રી શહેર કોંગ્રેસ), એડવોકેટ ઇન્દુભા રાઓલ,

Read About Weather here

ધીરુભાઈ ભરવાડ, ચંદ્રેશ રાઠોડ (પૂર્વ મહામંત્રી શહેર યુથ કોંગ્રેસ), સરલાબેન પાટડીયા, ભાવેશ પટેલ (મહામંત્રી શહેર ફરિયાદ સેલ), પારૂલબેન સિધ્ધપુરા સહિતના રાજકીય સામાજીક કાર્યકરો આગેવાનો જોડાયા હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here