લે કર વાત! હેરકટિંગમાં ગરબડ થતા મોડેલને રૂ. 2 કરોડનું વળતર

લે કર વાત! હેરકટિંગમાં ગરબડ થતા મોડેલને રૂ. 2 કરોડનું વળતર
લે કર વાત! હેરકટિંગમાં ગરબડ થતા મોડેલને રૂ. 2 કરોડનું વળતર

અસાધારણ કિસ્સામાં દિલ્હીની હોટેલનાં સલૂનને આદેશ આપતું ગ્રાહકપંચ: યોગ્ય રીતે વાળ ન કપાતા કારકિર્દી બગડી ગયાનાં દાવા સાથે મોડેલે કેસ કર્યો હતો

ગ્રાહક સુરક્ષા અંગેનાં અત્યાર સુધીનાં સૌથી અનોખા, અસાધારણ અને અકલ્પનિય ચુકાદામાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક ઉભરતી મોડેલનાં વાળ કાપવામાં ગડબડ કરવા બદલ મોડેલને રૂ. 2 કરોડનું વળતર ચૂકવવાનું દિલ્હીની જાણીતી હોટેલનાં હેર સલૂનને આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હેરકટ અને વાળની માવજતમાં ધાર્યા મુજબ સલૂનમાં કામ થયું ન હોવાથી ટોચની મોડેલ બનવાનું સપનું રોળાઈ ગયું છે. એવો દાવો કરીને આશના રોય નામની આ મોડેલે ગ્રાહક પંચમાં કેસ દાખલ કર્યો હતો.

વાળ ઉત્પાદક ચીજ વસ્તુઓની કંપની માટે જ આ મોડેલ મોડલિંગ કરી રહી હતી. વાળની માવજત માટેની બજારમાં મળતી અલગ-અલગ બ્રાંડ માટે આશના રોય મોડલિંગ કરી રહી હતી.

મોડેલે એવો દાવો કર્યો હતો કે, દિલ્હીની હોટેલનાં સલૂનમાં હુ હેરકટિંગ અને માવજત માટે ગઈ હતી ત્યારે ખરાબ રીતે મારા વાળ બગાડી નાખવામાં આવ્યા હતા. હેર ડ્રેસરે મારા કહ્યા મુજબ વાળ કાપ્યા ન હતા.

આ અંગે સલૂન સંચાલક અને હોટેલનાં માલિકને જાણ કરાયા છતાં કોઈ પગલા લેવાયા ન હતા. આથી મોડેલે ગ્રાહક નિવારણ પંચમાં કેસ કર્યો હતો. મોડેલે દાવો કર્યો હતો કે વાળ બગડી જવાથી મેં ઘણા કોન્ટ્રાકટ ગુમાવી દીધા છે.

એટલે ન્યાયની માંગણી કરી મોડેલે રૂ. 3 કરોડની માંગણીકરી હતી. પંચનાં વડા આર.કે.અગ્રવાલ અને સભ્ય ડો.એસ.એમ.કાનીટકરની બેંચે મોડેલને રૂ. 2 કરોડનું વળતર આપવા લક્ઝરી હોટેલનાં સલુનને આદેશ આપ્યો હતો.

પંચે ચુકાદામાં ટકોર કરી હતી કે, દરેક મહિલા માટે તેના વાળનું ખૂબ જ મહત્વ હોય છે. પોતાના વાળની માવજત અને સંભાળ માટે દરેક મહિલા ખૂબ જ સંવેદનશીલ હોય.

Read About Weather here

મોડેલીંગ કરતી આ મહિલાને લાંબા વાળને કારણે જ કોન્ટ્રાકટ મળતા હતા પણ ખરાબ કટીંગને કારણે મોડેલને જંગી નુકસાન થયું છે અને તેના સપના પર પાણી ફરી વળ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here