આતંકવાદને પોષવાનું બંધ કરો: પાક.ને અમેરિકાની સ્પષ્ટ ચેતવણી

આતંકવાદને પોષવાનું બંધ કરો: પાક.ને અમેરિકાની સ્પષ્ટ ચેતવણી
આતંકવાદને પોષવાનું બંધ કરો: પાક.ને અમેરિકાની સ્પષ્ટ ચેતવણી

કમલા હેરિસને ભારત આવવા વડાપ્રધાનનું આમંત્રણ: આજે રાત્રે અમેરિકી પ્રમુખ બાઈડન સાથે મોદીની શિખર મંત્રણા: જાપાન અને ઓસ્ટ્રેલીયાનાં વડાપ્રધાનો સાથે પણ મોદીની સઘન ચર્ચા

અમેરિકાની વ્યુહાત્મક રીતે મહત્વની યાત્રા પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપપ્રમુખ કમલા હેરિશ સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. મોદીએ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુરૂવારે અમેરિકી ઉપપ્રમુખ સાથે ચર્ચા ઉપરાંત અમેરિકાનાં ટોચનાં સી.ઈ.ઓ સાથે પણ મોદીએ બેઠક યોજી હતી અને અમેરિકી કંપનીનાં માંધાતાઓને પ્રભાવિત કર્યા હતા.

કમલા હેરિસ સાથેની મંત્રણામાં મુખ્ય મુદ્દો પાકિસ્તાન પ્રરિત ત્રાસવાદનો રહ્યો હતો. વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં કમલા હેરિસે જાતે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો.

કમલા હેરિસે આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો અને ભારત તથા અમેરિકાની સુરક્ષા પર ખતરો ઉભો ન થાય એ માટે પગલા લેવા અમેરિકી ઉપપ્રમુખે પાકિસ્તાનને તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય છે.

મોદી અને કમલા હેરિસ વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપરાંત પરસ્પર સહયોગ અને હિતનાં વિવિધ મુદ્દાઓ અને વૈશ્ર્વિક સમસ્યાઓ પર વિચારોની આપ-લે થઇ હતી.

વડાપ્રધાન મોદીએ સીમાપારનાં ત્રાસવાદ અંગે ઉઠાવેલા મુદ્દાઓ સાથે અમેરિકી નેતાએ સંમતિ વ્યક્ત કરી હતી અને સ્વીકાર્યું હતું કે પાછલા અનેક દાયકાઓથી ભારત આતંકવાદનો ભોગ બની રહ્યું છે.

હવે ત્રાસવાદને નાથવાની જરૂર છે અને આવા આતંકી જૂથોને પાકિસ્તાન દ્વારા અપાતા સમર્થન પર નજદીકી નજર રાખવાની જરૂર છે. મોદી અને કમલા હેરિસ બંને એ એકસૂરમાં જણાવ્યું હતું કે, બંને દેશોની પ્રજાનાં હિત ખાતર બે સૌથી મોટી લોકશાહીનું રક્ષણ કરવાની જરૂર છે.

વ્હાઈટ હાઉસમાં યોજાયેલી બંને આ મહત્વની બેઠકમાં બંને મહાનુભાવો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી, સમાનહિતનાં વિશ્ર્વ વ્યાપી પ્રશ્ર્નો, લોકશાહી સામેના જોખમો, અફઘાનિસ્તાનની સ્થિતિ અને ઇન્ડો પેસિફિક પરિસ્થિતિ પર ખુલ્લા મને ચર્ચા વિચારણા થઇ હતી.

કમલા હેરિસે ભારતને એક મજબુત સાથી દેશ જણાવ્યો હતો. પ્રતિસાદ આપતા વડાપ્રધાને કોરોના કાળમાં સાચા મિત્ર તરીકે ભારતને મદદ કરવા બદલ અમેરિકાનો ખૂબ જ આભાર વ્યકત કર્યો હતો.

વડાપ્રધાને કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું જેનું તેમણે સ્વીકાર પણ કર્યું હતું.ઓસ્ટ્રેલીયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસન તથા જાપાનનાં વડાપ્રધાન યોશીહિડે સુગા સાથે વડાપ્રધાન મોદીએ એશિયાની પરિસ્થિતિ અંગે ઊંડી ચર્ચા વિચારણા કરી હતી.

Read About Weather here

મોદીએ બંને દેશોને ભારત માટે વ્યુહાત્મક રીતે મહત્વનાં જણાવ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here