રાજકોટ મા.યાર્ડની ચૂંટણીમાં ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ સફળ!

રાજકોટ મા.યાર્ડની ચૂંટણીમાં ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ સફળ!
રાજકોટ મા.યાર્ડની ચૂંટણીમાં ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ સફળ!

ચૂંટણીમાં વિરોધી જૂથનો પન્નો ટૂંકો પડ્યાની ચર્ચા: ભાજપની પેનલ જાહેર: પરસોતમ સાવલીયા રીપીટ: ડી.કે.સખીયા અને ભાનુભાઈ મેતાના પુત્રોનો સમાવેશ
ડી.કે.સખીયા, રાજકોટ ડેરીના ચેરમેન સહિતના ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ માર્કેટ યાર્ડનાં ભાજપ પ્રેરિત ઉમેદવારોનાં જાહેરાત આજે જિલ્લા બેંક ભવન ખાતે પૂર્વ મંત્રી જયેશ રાદડીયાની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી.
આજે સવારે 10 વાગે જિલ્લા બેંક ભવન ખાતે રાજકોટ માર્કેટ યાર્ડ ભાજપનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોદર સહિતનાં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જાહેર થયેલા નામમાં પરસોતમ સાવલીયા, જીતેન્દ્ર સખીયા, હિતેશ મહેતા, હઠીસિંહ જાડેજા, વસંત ગઢીયા, હંસરાજ લીંબાસીયા, જયેશ બોધર, કેશુભાઈ નંદાણીયા, જે.કે.પીપળીયા, જયંતીભાઈ ફાચરા અને ભરતભાઈ ખુંટનાં નામની જાહેરાત થઇ હતી.

જાહેર થયેલા નામોમાં પરસોતમ સાવલીયા સિવાય તમામ જુના ડાયરેકરોની બાદબાકી કરવામાં આવી હતી. હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાંકેચાને પડતા મુક્યા હતા. જયારે બે મોટા માથાઓનાં સ્થાને તેમના પુત્રોને ટીકીટ આપીને સાચવી લેવામાં આવ્યા હતા.

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ દ્વારા 3 દિવસથી ઉમેદવારોની પસંદગી કવાયત ધરવામાં આવી હતી. જયેશભાઈ રાદડીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, ભરત બોધર સહિત પાંચ સભ્યોની કમિટીએ સંભવિત નામો શોર્ટલિસ્ટ કર્યા બાદ પ્રદેશ નેતાગીરીમાં મામલો પહોંચ્યો હતો.

ગઈકાલે પ્રદેશ પ્રમુખની હાજરીમાં મેરેથોન મિટિંગ થયા બાદ નામો ફાઈનલ થયા હતા. તે પહેલા પસંદ થયેલા ઉમેદવારોને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ફોન મારફત જાણ કરવામાં આવી હતી.

ઉમેદવારોની યાદીમાં માર્કેટ યાર્ડમાં પરસોતમ સાવલીયાને બાદ કરતા તમામ ધુરંધર ડાયરેકટરોનાં નામ પર કાતર ફેરવી દેવામાં આવી હોવાથી કેવા પ્રત્યાઘાતો પડે છે.

તેના પર સૌ મીટ માંડી રહ્યા છે.પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા, ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા જેવા અડીખમ અગ્રણીઓનાં નામો પર કાતર ફેરવી દેવામાં આવી હતી.

જો કે ડી.કે.સખીયા અને ભાનુભાઈ મેતાનાં પુત્રોને ટીકીટ આપીને સાચવી લેવામાં આવ્યા હતા. શાસક જૂથમાં તડા પડે છે કે, કેમ તે પર સહકાર જગતની નજર મંડાઈ છે.

Read About Weather here

યાર્ડની ચૂંટણીમાં આંતરીક ખેંચતાણ વચ્ચે શાસક જૂથનો હાથ ઉપર રહ્યો છે. હરીફ જૂથનાં માત્ર બે ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપનું ડેમેજ ક્ધટ્રોલ સફળ રહયા હોવાની ચર્ચાઓ થતી હતી.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here