સવાલ: રાજકોટમાં કેટલી રાજકીય રેલી-આંદોલનો થયા? શહેર પોલીસનો જવાબ: માહિતી ગોપનીય છે

સવાલ: રાજકોટમાં કેટલી રાજકીય રેલી-આંદોલનો થયા? શહેર પોલીસનો જવાબ: માહિતી ગોપનીય છે
સવાલ: રાજકોટમાં કેટલી રાજકીય રેલી-આંદોલનો થયા? શહેર પોલીસનો જવાબ: માહિતી ગોપનીય છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતને શહેર પોલીસનાં જવાબથી તીવ્ર અસંતોષ: હાઈકોર્ટ સુધી લડી લેવાનો હુંકાર

કોંગ્રેસનાં અગ્રણી મહેશ રાજપૂત દ્વારા શહેર પોલીસને સાદો સરળ સવાલ આર.ટી.આઈ હેઠળ પૂછવામાં આવ્યો હતો કે શહેરમાં વિવિધ રાજકીય પક્ષોની કેટલી જાહેર સભાને મંજૂરી આપવામાં આવી?

Visit Saurashtra Kranti Homepage here

માહિતી અધિકાર હેઠળનાં આ સવાલનો જવાબ આપવાનો રાજકોટ શહેર પોલીસ દ્વારા ઇન્કાર કરવામાં આવતા મહેશ રાજપૂત દ્વારા હાઈકોર્ટ સુધી લડી લેવાની આકરી પ્રતિક્રિયા આપી હતી.

રાજ્ય કોંગ્રેસનાં અગ્રણી મહેશભાઈ રાજપૂત દ્વારા શહેર પોલીસ પાસે આર.ટી.આઈ હેઠળ માહિતી માંગી હતી. જેમાં રાજકોટ શહેરમાં ક્યાં પક્ષને જાહેર સભા કે રેલી માટે મંજૂરી આપી અને કોને ન આપી તેની વિગતો મંગાવામાં આવી હતી.

માહિતી અધિકારનાં કાયદા 2005 હેઠળ રાષ્ટ્રનાં હિતને નુકસાન પહોંચાનું હોય તો તેવી માહિતી આપવા માટે સરકારી તંત્ર ઇન્કાર કરી શકે પરંતુ જે જગ જાહેર છે.

તેવી વિગતો આપવામાં પણ રાજકોટ પોલીસ તૈયાર નથી. કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી મહેશ રાજપૂતે કહ્યું છે કે, અમે પોલીસ પાસે રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્યાં રાજકીય પક્ષને જાહેર સભા કે રેલી યોજ્વાની મંજૂરી આપી અને કોને ન આપી તેની વિગતો માંગી છે.

પરંતુ આ માહિતી આપવાનો ઇન્કાર કરી દેવાયો છે. પોલીસ તંત્ર આ વિગતો આપવાનો ઇન્કાર કરી જ શકે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, અમો આ મુદ્દે હાઈ ઓથોરીટી પાસે જઈશું અને જરૂર પડ્યે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરીશું.

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે રાજકોટનાં પોલીસ કમિશનરને જાહેર માહિતી અધિકાર મેળવવા માટે તા. 4/9/21 નાં રોજ અરજી પાઠવેલ. જેમાં તા.1/1/18 થી 3/9/21 સુધીનાં સમયગાળામાં સતાપક્ષ તેમજ અન્ય રાજકીય પક્ષોને

જાહેર સભા, સરઘસ, ધરણા, રેલી, આંદોલન કે પછી કોઈ જાહેર કાર્યક્રમ યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે વિગતો અને જો તેમની કોઈની અરજીનાં મંજુર કરવામાં આવી હોય તો તેની વિગતો આપવા માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવામાં આવી હતી.

આ અરજીમાં મહેશ રાજપૂતે જાહેર સભા રેલી કે આંદોલન કરવા માટે જે રાજકીય પક્ષોએ અરજી કરી હોય તેની નકલ પણ માંગી હતી. આ પ્રકારની માહિતીમાં કોઈ બાબત છુપાવવા જેવી નથી.

છતાં પોલીસતંત્રએ આવી માહિતી આપી શકાય નહીં તેવો પ્રત્યુતર તા.14/9/21 નાં રોજ પાઠવીને જાહેર માહિતી છુપાવી છે અને તેમણે આર.ટી.આઈ એકટ 2005 ની કલમ 24(4) નો ખોટી રીતે દૂરઉપયોગ કરી માહિતીની વિગતો છુપાવવાનો પ્રયાસ કર્યો છે.

Read About Weather here

તેવો તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.બ્યુરોક્રેટ સતા પક્ષની કઠપુતળા બને ત્યારે આવો ઘાટ સર્જાય છે. તેઓ મન જાણકારો દ્વારા વ્યક્ત કર્યો હતો.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here