ગુજરાતનાં દરિયાકાંઠા પર ડ્રગ્સ માફિયાઓની કુડી નજર

એમ.ડી ડ્રગ્સ ઝડપાયું
એમ.ડી ડ્રગ્સ ઝડપાયું

જખૌના દરિયામાં શંકાસ્પદ પદાર્થ તરતો દેખાતા ઉંડી તપાસ: કચ્છનાં દરિયા માર્ગેથી નશીલા પદાર્થોની હેરફેરનો આંતરરાષ્ટ્રીય કારસો: રાજ્યનાં દરિયાકાંઠાની સુરક્ષા કરતી તમામ એજન્સીઓ માટે ચેતવણીની આલબેલ

ગુજરાતનાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં કચ્છ તથા પોરબંદરનાં દરિયાઈ માર્ગને રેઢું પડ સમજીને વિશ્ર્વભરનાં અને ખાસ કરીને અફઘાની, ઈરાની તથા પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ભારતીય દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવા લાગ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે ભારતીય સુરક્ષા એજન્સીઓ સામે આવો પડકાર ઉભો થયો છે. ગઈકાલે કચ્છનાં જખૌ દરિયામાં શંકાસ્પદ જણાતા પદાર્થ અને ચીજો તરતી દેખાતા પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તાકીદે તપાસ હાથ ધરવામાં આવી છે.

કારતુસનું બોક્સ અને સિલિન્ડર જેવી દેખાતી ચીજો દરિયામાંથી કબ્જે લઇ તપાસ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ ટુકડી અને એફ.એસ.એલની ટીમને બોલવવામાં આવી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ જખૌનાં દરિયામાં કારતુસનું બોક્સ અને સિલિન્ડર જેવી કેટલીક ચીજો તરતી જોઇને ત્યાં આસપાસ માછીમારી કરી રહેલા સ્થાનિક માછીમારોએ તાત્કાલિક જખૌ કાંઠા પરની મરીન પોલીસને જાણ કરી હતી.

તાત્કાલિક નિષ્ણાંતોની ટુકડીઓ દોડાવવામાં આવી હતી. આ ઘટનાની તપાસમાં રાજ્યનો ગુપ્તચર વિભાગ અને બી.એસ.એફ પણ જોડાયા છે.

કચ્છનાં પોલીસવડા સૌરભ સીંઘે એક મુલાકાતમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમને કારતુસનું ખાલી બોક્સ મળી આવ્યું છે. 0.5 કેલીબરની પિસ્તોલની બુલેટનાં બોક્સ હોય તેવું લાગે છે. આવા શસ્ત્રોનો ભારતમાં ઉપયોગ થતો નથી.

સિલિન્ડર જેવી પણ ચીજો મળી આવી છે. જેની ફોરેન્સિક નિષ્ણાંતો તપાસ કરી રહ્યા છે.તાજેતરમાં બની રહેલી ઘટનાઓ એવા ચોંકાવનારા સંકેત આપી રહી છે કે, કચ્છ સહિતનાં સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાને શસ્ત્રો તથા નશીલા પદાર્થોની હેરફેર કરવાનું કાવતરું આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ દ્વારા ઘડવામાં આવ્યું છે.

Read About Weather here

ગુજરાતનાં સિમાડાની રક્ષા માટે પોસ્ટગાર્ડ, મરીનપોલીસ અને નૌકાદળે વધુ સજ્જ અને સતર્ક બનવું પડશે એવું નિષ્ણાંતો અને સુરક્ષા કર્મીઓ કહી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here