પરીક્ષા પાસ કરનાર પહેલી હિંદુ યુવતી !!

પરીક્ષા પાસ કરનાર પહેલી હિંદુ યુવતી !!
પરીક્ષા પાસ કરનાર પહેલી હિંદુ યુવતી !!

પાકિસ્તાનમાં સીએસએસની પરીક્ષા પાસ કરનાર પહેલી હિંદુ યુવતી સનાએ આ પરીક્ષા મે મહિનામાં પાસ કરી હતી.

જોકે તેની નિમણૂક સપ્ટેમ્બરમાં થઇ છે. ભારતથી અલગ થયા પછી પાકિસ્તાનમાં હવે કોઇ હિંદુ સિવિલ સર્વિસની પરીક્ષામાં ભાગ લેતા નથી. જણાવીએ કે આ પહેલા સના સર્જનના રૂપમાં પાકિસ્તાનમાં કામ કરી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાંચ વર્ષ પહેલા તેણે બેનઝીર ભુટ્ટો મેડિકલ યુનિવર્સિટીથી બેચલર ઓફ મેડિસિનની ડિગ્રી લીધી હતી. સનાએ સિંધ પ્રાંતની ગ્રામીણ સીટથી આ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ સીટ પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ હેઠળ આવે છે.

મેડિકલથી પોતાનો અભ્યાસ પૂરો કરનારી સના ગુલવાનીએ જણાવ્યું કે તેના માતા પિતા ક્યારેય ન હોતા ઈચ્છતા કે હું સિવિલ સર્વિસની સેવામાં જાઉં. તેમનું મન હતું કે હું મેડિકલ ક્ષેત્રમાં સેવાઓ આપું. માટે મેં પહેલા પેરેન્ટ્સના ટાર્ગેટને પૂરો કર્યો. ત્યાર પછી હું મારા ટાર્ગેટ પર આવી.

પાકિસ્તાનના શિકારપુરમાં રહેનારી સના રામચંદૃ ગુલવાની પર સૌ કોઈને ગર્વ છે.

તે પહેલી હિંદુ યુવતી રહેશે જે પાકિસ્તાનમાં પ્રાશાસનિક સેવાઓ આપશે.

27 વર્ષીય સનાએ પહેલા પ્રયાસમાં પાકિસ્તાનની સૌથી મુશ્કેલ ગણાતી પરીક્ષા સેન્ટ્રલ સુપીરિયર સર્વિસેસ(CSS)પાસ કરી લીધી છે. પાકિસ્તાનની CSS એક રીતે ભારતમાં થનારી સિવિલ સર્વિસની પરીક્ષા જેવી હોય છે.

Read About Weather here

જણાવીએ કે પાકિસ્તાનની CSS પરીક્ષા એટલી કઠિન છે કે આ વર્ષે તેમાં 2 ટકાથી ઓછા લોકો જ પાસ થઇ શક્યા. ટ્રિબ્યૂનની રિપોર્ટ પ્રમાણે પરીક્ષાને માત્ર 1.96 લોકો જ પાસ કરી શક્યા.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here