ભારતનાં દરિયાઈ માર્ગે પાકિસ્તાનને મિસાઈલ ઉપકરણ પહોંચાડવાનું ચીની કાવતરૂ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગયા વર્ષે કંડલા બંદર પાસે ઝડપાયેલા ચીની જહાજની તપાસ એન.આઈ.એ ને સોંપાઈ: ચીનનું જહાજ કરાચી જતી વખતે ડી.આર.આઈ દ્વારા ઝડપાયું હતું: શંકાસ્પદ સાધન સરંજામ મળી આવતા સઘન તપાસ

ગયા વર્ષે કંડલા બંદર પાસે આંતરીને ઝડપી લેવાયેલા ચીનનાં એક જહાજમાંથી મિસાઈલ ઉત્પાદનનાં ઉપકરણો અને લશ્કરી ઉપયોગ માટે મનાતો શંકાસ્પદ સરસમાન મળી આવ્યા બાદ આખરે આ પ્રકરણની તપાસ એન.આઈ.એ ને સોંપવાનો કેન્દ્રનાં ગૃહખાતાએ નિર્ણય કર્યો છે.

Read About Weather here

મિસાઈલ બનાવવાના સાધનો લઈને આ જહાજ પાકિસ્તાન જઈ રહ્યું હોવાની શંકાને આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કેસમાં એક એફ.આઈ.આર નોંધાઈ ચુકી છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરાચી પર જતા ચીનનાં જહાજને આંતરીને કંડલા બંદર પાસે ઝડપી લેવાયું હતું. ચીની જહાજની અંદર તપાસ કરતા ડીફેન્સ રિસર્ચ સંસ્થાનાં નિષ્ણાંતોએ એવો ચોકાવનારો અભિપ્રાય આપ્યો હતો

કે, જહાજમાં રાખેલો સરસામાન લાંબા અંતરનાં મિસાઈલનું ઉત્પાદન કરવા માટેનું સરંજામ છે. ઔદ્યોગિક સરસમાન લેખાવીને આ જહાજને ચીનથી કરાચી લઇ જવામાં આવી રહ્યું હતું.

એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચીન લશ્કરી ક્ષમતા વધે એ માટે પાકિસ્તાનને ગુપચુપ મદદ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગયા અઠવાડિયે પાકિસ્તાનો આ કેસમાં વિધિવત એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી. હવે એન.આઈ.એ ની ટીમ તપાસ આગળ કરી રહી છે. ચીને તેના જહાજમાંથી મળેલા સાધનો લશ્કરી હેતુ માટેનાં હોવાનો ઇન્કાર કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here