નો રિપીટ થિયરી

નો રિપીટ થિયરી
નો રિપીટ થિયરી

કેબિનેટ કક્ષાના 10 સહિત કુલ 24 મંત્રીઓની રાજભવનમાં શપથવિધિ યોજાઇ

મુખ્યમંત્રી સહિત કુલ 25 સભ્યોનું મંત્રી મંડળ, બે મહિલાઓને સ્થાન, પાંચ મંત્રીઓને રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો, સૌરાષ્ટ્રના જીતુ વાઘાણી, બ્રિજેશ મેરજા, રાધવજી પટેલ જેવા નેતાઓને મંત્રી પદ, રૂપાણી સરકારના એક પણ મંત્રીને સ્થાન નહીં: શપથ વિધિ બાદ આજે સાંજે 4:30 વાગયે નવી કેબિનેટની પ્રથમ બેઠક

શપથવિધિ સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના આગેવાનોની હાજરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાવ નવી ટીમને ભાજપમાં વ્યાપક આવકાર

ગુજરાતમાં પ્રથમ વખત 100 ટકા નો રિપીટ ર્ફોમ્યુલાનો અમલ કરીને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવી કેબિનેટની રચના કરવામાં આવી છે અને રૂપાણી સરકારના કોઇપણ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. ભુપેન્દ્ર પટેલની ટીમમાં તમામ નવા ચહેરાઓને અને યુવા ધારાસભ્યોને મહતમ સ્થાન આપીને ભાજપ મોવડી મંડળે અસાધારણ રાજકીય પગલુ લીધુ છે. આજે રાજભવન ગાંધીનગર ખાતે યોજાયેલા સાદગી ભર્યા છતાં ભવ્ય શપથવિધિ સમારંભમાં 24 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાંથી 10 ધારાસભ્યોએ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. 14 નવા ચહેરાઓએ રાજય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. ગવર્નર આચાર્ય દેવવ્રતે તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે મંચ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ તથા રાષ્ટ્રીય સંગઠન મંત્રી એમ.એલ.જોષી સહિતના ટોચના તમામ ભાજપી નેતાઓ અને પક્ષના ધારાસભ્યોએ હાજરી આપી હતી. બપોરે બરાબર 1:30 વાગ્યાથી શપથ વિધિ સમારંભ શરૂ થયો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

નવા મંત્રી મંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. 2 મહિલા ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવી જેવા યુવા નેતાઓને પણ મંત્રી બનાવીને ભાજપ મોવડી મંડળે ગુજરાતમાં રાજકીય સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે. આખે આખી રૂપાણી સરકારને ડ્રોપ કરી દેવામાં આવી છે અને ટીમ ભુપેન્દ્રમાં બિલકુલ નવા ચહેરાઓને સ્થાન આપીને ભાજપે ગજબનાક રાજકીય દાવ ખેલ્યો છે. સંપુર્ણ પણે નો રિપીટ ર્ફોમ્યુલા અપનાવવામાં આવી છે. આવું ગુજરાતમાં પહેલીવાર કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ પહેલા રાઉન્ડમાં કેબિનેટ મંત્રી તરીકે વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષીકેસ પટેલ, પૂર્ણેશ મોદી અને રાઘવજી પટેલે એક સાથે શપથ ગ્રહણ કર્યા હતા. એ પછી કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાય, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદિપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે શપથ ગ્રહણ કર્યા હતા. આ રીતે 10 ધારાસભ્યોએ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્થાન મેળવ્યું છે.

એ પછી રાજય કક્ષાના મંત્રીઓના શપથ શરૂ થયા હતા. સૌપ્રથમ સુરતના યુવા નેતા હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને મનીષાબેન વકિલે રાજય કક્ષાના મંત્રી તરીકે એક સાથે શપથ લીધા છે. એમના પછી મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેરસિંહ ડિંડોર, અરવિંદ રૈયાણી અને કિર્તીસિંહ વાઘેલાએ રાજયકક્ષાના મંત્રી તરીકે એક સાથે શપથ લીધા હતા.

ત્યારબાદ બીજા ચાર ધારાસભ્યો ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા અને દેવા માલમે રાજય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના 25 સભ્યોના પ્રધાન મંડળની રચના કરવામાં આવી છે.

Read About Weather here

નવા મંત્રી મંડળની પહેલી જ બેઠક આજે જ સાંજે મળી રહી છે. સ્વર્ણીમ સંકુલ ખાતે આજે સાંજે 4:30 વાગ્યે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નવી કેબિનેટની બેઠક મળશે. ખાતાઓની ફાળવણી હવે કરવામાં આવે તેવી શકયતા છે. નવી કેબિનેટમાં બે એવા ધારાસભ્યોને સ્થાન અપાયું છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે. મોરબીના બ્રિજેશ મેરજા અને જીતુ ચૌધરી બન્ને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ બન્ને ઇનામ રૂપે મંત્રી પદ આપવામાં આવ્યું છે. બન્ને રાજય કક્ષાના મંત્રી છે. બે મહિલા વડોદરાના મનીષાબેન વકિલ અને પંચમહાલનો મહિલા નેતૃત્વનો ચહેરો ગણાતા નિમિષાબેન સુથારને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે બન્નેએ રાજય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય અને ઉત્તર ગુજરાતને પુરતુ પ્રતિનિધિત્વ આપવાનો ભાજપની નેતાગીરીએ સભાન પ્રયાસ કર્યો છે.

પાટીદાર, ઓબીસી, એસસી અને એસટી, ક્ષત્રિય તથા જૈન સમાજને ટીમ ભુપેન્દ્રમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. હવે કોને કયાં ખાતા ફાળવવામાં આવે છે એ મોડી સાંજે અથવા આવતીકાલ સુધીમાં ખબર પડી જશે. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને તથા બ્રિજેશ મેરજા તથા જીતુ ચૌધરીને રાજય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે તેમ જાણવા મળ્યું છે. એ જ રીતે મનીષાબેન વકિલને પણ રાજયકક્ષાનો સ્વાતંત્ર હવાલો મળ્યો છે. એજ રીતે રાજય કક્ષાના પાંચ મંત્રીઓને સ્વતંત્ર હવાલો મળ્યો છે.
મંત્રી મંડળની પરીપુર્ણ થતા વેત મંત્રીઓના મત વિસ્તારોમાં ઉત્સાહી ભાજપના કાર્યકરોએ જોરદાર ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. ઠેરઠેર જોરદાર આકાશ બાજી કરવામાં આવી હતી અને મીઠાઇથી બધાના મોં મીઠા કરવામા આવ્યા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here