ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી- કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે?

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી- કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે?
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી- કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાશે?

સી.પી.આઈ નાં નેતા અને પૂર્વ વિદ્યાર્થી અગ્રણી કનૈયા રાહુલને મળ્યા: વડગામથી ચૂંટાયેલા મેવાણી પણ કોંગ્રેસ નેતાગીરીનાં સતત સંપર્કમાં

ગુજરાતનાં વડગામ વિસ્તારનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને જે.એન.યુ વિદ્યાર્થી સંઘનાં પૂર્વ પ્રમુખ તથા સી.પી.આઈ નેતા કનૈયા કુમાર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. આક્રમક વિદ્યાર્થી નેતા ગણાતા કનૈયા કુમાર ગઈકાલે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ એમના કોંગ્રેસ પ્રવેશની શક્યતા વિશે દિલ્હીની લોબીમાં ચર્ચા ચાલુ થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જાણકાર સુત્રો કહે છે કે, ભારતીય સામ્યવાદી પક્ષમાં કુમાર ગુંગળામણ અનુભવી રહ્યા છે. એટલે હવે સી.પી.આઈ છોડીને કોંગ્રેસમાં જવા આતુર છે. આ અંગે પ્રશ્ર્ન થતા સી.પી.આઈ નાં મહામંત્રી ડી.રાજાએ જણાવ્યું હતું કે, આવી ચર્ચા ચાલે છે તેમણે સાંભળ્યું છે. કનૈયા કુમારે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. પણ કુમારની નજીકનાં સુત્રો કહે છે કે બિહારનાં રાજકારણમાં ચાવી રૂપ ભૂમિકા ભજવવા માટે કનૈયા કુમાર ખૂબ જ આતુર છે. બિહારમાં કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી બિલકુલ જમીન દોસ્ત થઇ ગઈ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 70 બેઠકો પરથી લડી હતી પણ માત્ર 19 બેઠક મળી હતી.

Read About Weather here

ઉતર ગુજરાતનાં વડગામ વિધાનસભા વિસ્તારમાં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મદદ કરી હતી અને એમની સામે કોઈ ઉમેદવાર ઉભો રહ્યો ન હતો. અત્યારે મેવાણી અને કુમાર બંને કોંગ્રેસનાં નેતાગીરીનાં સંપર્કમાં છે. કોંગ્રેસને લાગે છે કે, યુવાનેતાઓ સિંધિયા, સુસ્મિતા દેવ, જીતીન પ્રસાદ અને પ્રિયંકા ચતુર્વેદી પક્ષ છોડી ગયા છે ત્યારે મેવાણી અને કુમાર જેવા ફાયર બ્રાન્ડ યુવાનેતાઓ આવવાથી કોંગ્રેસને ખૂબ ફાયદો થઇ શકે છે. કુમાર બહુ સારા વક્તા છે. મેવાણી દલિત ચેહરો છે અને આક્રમક નેતા ગણાય છે. ગુજરાતનાં દલિત સમાજમાં એમનું વર્ચસ્વ નોંધ પત્ર રીતે સારું જોવા મળ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here