તુમ મુઝે યું ભુલા ના પાઓગે…!!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન જયારે ચડતી પ્રગતિનો સૂયર્ર્ જીવનમાં ઉદયમાન થયો હોય છે

ત્યારે ઉગતા સૂર્યના પ્રકાશમાંથી કિરણો લઇને સહુ પોતપોતાની જાતને ચળકાવવા માટે હોડ લગાવતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

સૂયર્ર્ જેવો આથમવા લાગે એટલે પડછાયો પણ સાથ છોડવા લાગે છે.

આજના યુગના રાજકારણની આ નરી, કડવી અને વરવી વાસ્તવિકતા છે. પ્રગતીના શીખરેથી ખાઇમાં ગબડી પડેલી વ્યકિતને ખાઇમાંથી બહાર કાઢવા માટે હાથ લંબાવનારાઓની સંખ્યા આંગણીના વેઢે ગણાય એટલી હોય છે

યા તો સાવ હોતી નથી. સત્તા, વગ અને ઐશ્ર્વર્ય, કિર્તી અને કલદાર એ એવા નામો છે જે હરહંમેશ પરછાયાની જેમ જીવનની સાથે રહેતા કે ચાલતા રહેતા નથી.

ઠોકર લાગે એટલે આ તમામ કહેવાતા સાથીઓ જુદી જુદી દિશામાં મોઢા ફેરવી લે છે એવું જ કંઇક રાજકોટમાં નજરે ચડયું અને ફરી એક વખત એ પંકિત યાદ આવી ગઇ કે ‘કાબે અર્જુન લુંટયો, નહીં ધનુષ નહીં બાણ’ ગઇકાલ

સુધી વતનનાં શહેરમાં જેમના નામની હાક વાગતી હતી ભુલા અને હાથ મીલાવવા માટે ધક્કા મુક્કી થતી હતી એવા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું શું આપી દીધુ કે,

એમના પક્ષ માટે જ તેઓ એકાએક ‘અજાણી વ્યકિત’ બનીને રહી ગયા છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વરસાદથી તારજ વિસ્તારોનું નિરિક્ષણ કરવા રાજકોટ પધાર્યા એ પહેલા આખા

રાજકોટ શહેરમાં મુખ્યમંત્રીને આવકાર આપતા પોસ્ટર અને મોટા બેનર શહેર ભાજપ દ્વારા લગાડવામાં આવ્યા હતા. આશ્ર્ચર્યની પસાર થતા રાહદારીને કંઇ સમજાયું નહીં હોય.

પણ સમજનારો સમજદાર, બુધ્ધીજીવી વર્ગ ઘણું બધુ શાનમાં સમજી ગયા. આજે આ પોસ્ટર જોઇને એવું લાગયું કે, વતનમાં જ વતનના પુત્રને આસાનીથી ભુલી જવામાં આવ્યા.

કોઇપણ પોસ્ટર કે બેનરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની તસ્વીર ન હતી. વતન માટે શું કર્યુ, કેટલુ કર્યુ એ અલગ વિષય છે પણ ખુદ પોતાનો જ પક્ષ

Read About Weather here

ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાના જ નેતાને એમના જ વતનમાં પક્ષની તસ્વીરોમાંથી પણ ગાયબ કરી દે ત્યારે સહસાહ મોઢામાંથી એ વાત સરી પડે છે કે, ‘મે પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here